સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનની બે તેજસ્વી વિદ્યાર્થીની સૃષ્ટી ગોવિલકર અને કલાવતી કંસારાને પીએચ.ડી.નાં પ્રવેશ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સીન્ડીકેટ દ્વારા રદ કરવામાં આવતા, આ બંને વિદ્યાર્થીનીઓએ તેમનાં એડવોકેટ હર્ષ વી. ગજજર માફરત નામદાર હાઈકોર્ટમાં સ્પેશીયલ સિવીલ એપ્લીકેશન નં.૯૮૦૦/ર૦ર૦ દાખલ કરતા સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ અને કુલસચિવને નોટીસ ફટકારી તાકીદે જવાબ રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વકીલ દ્વારા જવાબ રજૂ કરવા માટે દરેક મુદતે વધુને વધુ સમય માંગવાનો આગ્રહ થતા ન્યાયિક પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થવાની નોબત આવી પડી છે. તા.રર-૯-ર૦ર૦નાં રોજ યોજાયેલ હીયરીંગ દરમ્યાન યુનિવર્સિટીનાં વકીલ દ્વારા જવાબ રજૂ કરવા માટે સતત બીજી વખત વધુ સમય માંગવામાં આવ્યો છે. જે હાઈકોર્ટ દ્વારા વધુ એકવાર ગ્રાહ્ય રાખી સુનાવણી તા.૬-૧૦-ર૦ર૦નાં રોજ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને વિદ્યાર્થીનીઓનાં મેરીટ બાબતે કોઈ સંદેહ હોય તો પોતાનાં ખર્ચે સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે દેશનાં નામાંકિત તજજ્ઞો દ્વારા મીડીયાની હાજરીમાં ઓપન ડી.આર.સી. યોજવા ભવનનાં પૂર્વ અધ્યક્ષ પ્રો. જયદિપસિંહ ડોડીયા દ્વારા અનેક વખત યુનિવર્સિટી સત્તાધિશો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆતને સફળતા મળેલ નથી. સૃષ્ટિ ગોવિલકર અને કલાવતી કંસારાનાં વકીલ વર્ષ વી. ગજજર દ્વારા પણ વિદ્યાર્થીનીઓનાં મેરીટ અને કુદરતી ન્યાયનાં સિધ્ધાંતને ધ્યાને લઈ જરૂરી દસ્તાવેજી આધાર પુરાવાઓ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનાં હીતને સર્વોપરી ગણતા અને કોરોનાનાં ભયંકર કહેર વચ્ચે પણ વિદ્યાર્થીઓ માટે પોતાના કાર્યાલયનાં દ્વાર સદાને માટે ખૂલ્લા રાખનારા સંવેદનશીલ કુલપતિ ડો. નીતીનભાઈ પેથાણી અને શિક્ષણ જગતની ગમે તેવી વિકટ આંટીઘુંટીઓમાં પણ વ્યવહારૂ માર્ગ શોધવાની કળામાં માહિર ગણાતા ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી સોૈરાષ્ટ્ર યુનિ.નાં લીગલ વિભાગ દ્વારા આ બાબતે ઝડપથી ન્યાયોચિત જવાબ નામદાર હાઈકોર્ટમાં રજૂ કરાવે તેમ સોૈરાષ્ટ્રનું શિક્ષણ જગત ઈચ્છે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews