આગામી તા.ર૯ સપ્ટેમ્બરે અમદાવાદમાં બેરોજગાર યાત્રાનું આયોજન

શહિદ ભગતસિંહની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે બેરોજગાર યાત્રા તા.ર૮-૯-ર૦ર૦ના અમદાવાદમાં યોજાશે તેના પ્રચાર માટે ગુજરાતના એસ એફ આઈના આગેવાન પૂજાબા જુનાગઢ આવ્યા હતા અને બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ મોહીત ચાવડા વિગેરે સાથે વિચાર વિમર્શ કર્યો હતો. અમદાવાદમાં અસારવા સ્થિત રોજગાર વિનમય કચેરીખાતે આ યાત્રા યોજાશે. જેમાં માંગણી કરવામાં આવશે કે, રોજગારીનો મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરવામાં આવે, દરેક બેરોજગારને ન્યૂનતમ માસિક ૫૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવે ગુજરાતમાં જે પણ સરકારી જગ્યાઓ ખાલી હોય તે તત્કાલીન ભરવામા આવે ખાલી પડેલ સરકારી જગ્યાઓ માટે જે પણ પરિક્ષાઓ લેવાની બાકીહોય તે પરીક્ષાઓ તત્કાલ જ યોજવામા આવે સરકારી જગ્યાઓમા કોન્ટ્રાકટ સિસટમ બંઘ કરવામા આવે વિગેરે માંગણી કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!