જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સપેકટર એચ.સી. ચાવડા તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે વિજાપુરના પાટીયા નજીક સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીની ઝડપી લીધી છે અને કાર્યવાહી સામે કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનના પો.કો. મુળુભાઈ બાવનભાઈ અને સ્ટાફે ગઈકાલે વિજાપુરનાં પાટીયા પાસે તપાસ કરી અને રેઈડ કરતાં ગેરકાયદેસર ચકરડી, ટ્રોલી, જનરેટર મશીન, ટ્રેકટર સહિતનો મુદામાલ રૂા.૧પ,૧ર,પ૦૦નો જપ્ત કરી ખનીજ ચોરી અને મદદગારી કરવા સબબ સામે ૧૮ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના આરોપી રમેશભાઈ ઉર્ફે કુંઢી નાથાભાઈ રાઠોડ, ભીખુભાઈ દેવસીભાઈ, મુકેશભાઈ જેસીંગભાઈ નાગપરા, મુનેશભાઈ બધુભાઈ બહુકીયા, મહેશભાઈ જેસીંગભાઈ નાગપરા, કિશનભાઈ ભલાભાઈ ડાભી, હરસુખભાઈ બચુભાઈ કુવરીયા, બાબુભાઈ ટપુભાઈ નાગપરા, જયસુખભાઈ ચકુભાઈ ડાભી, સુભાનભાઈ મહમદભાઈ ચૌહાણ, ભીખુભાઈ હુશેનભાઈ ચૌહાણ, મુનાફ ઈબ્રાહીમ બેલીમ, આશીફ ઈબ્રાહીમભાઈ બેલીમ, મુરાદભાઈ દાદ મોહમદભાઈ બ્લોચ, કાળુભાઈ બધુભાઈ બહુકીયા, દીનેશભાઈ ભીમાભાઈ જીંજવાડીયા, વિજયભાઈ ભુપતભાઈ પરસોડા, સબીરભાઈ ઈસ્માઈલભાઈ બેલીમ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી રમેશભાઈ ઉર્ફે કુંઢી નાથાભાઈ રાઠોડ તથા ભીખુભાઈ દેવશીભાઈ કણેથએ ગેરકાયદેસર રીતે ચકરડી નંગ-૩ કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા બે ટ્રેકટરો ટ્રોલી સહિત કિ.રૂા.૮,૦૦,૦૦૦/- તથા જનરેટર મશીન વાયર સહિતનું એક કિ.રૂા.૧,૦૦,૦૦૦/- મો.ફો.૧ કિ.રૂા.પ૦૦ ની મશીતનરીનો ઉપયોગ કરી બીલ્ડીંગ લાઈમ સ્ટોનનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી તેમજ આરોપી નં.૩ થી ૧૭નાઓ ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ ચાલતું હોવાનું જાણતા હોવા છતાં પથ્થરો કાઢવામાં મદદ કરી તથા આરોપી નં.૧૮ સબીરભાઈ ઈસ્માઈલભાઈ બેલીમએ પોતાના ટ્રક નં.જીજે-૦૭-એકસ-૯૧૪પનો કિ.રૂા.૩,૦૦,૦૦૦/-નો લઈ ગેરકાયદેસર રીતે કાઢેલા પથ્થરો હોવાનું જાણવા છતા પથ્થર નંગ-ર૦૦ કિ.રૂા.ર૦૦૦ના પોતાના ટ્રકમાં વેંચાણ અર્થે ભરી ઉપરોકત તમામે એકબીજાને મદદગારી કરી કુલ રૂા.૧પ,૧ર,પ૦૦/-નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ કામગીરી રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચ. પો.ઈન્સ. કે.કે.ઝાલાના માર્ગદૃશન હેઠળ જૂનાગઢ રેન્જ, સાયબર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એસ.જી.ચાવડા તથા એ.એસ.આઈ પદ્યુમનસિંહ ચુડાસમા તથા પો.હે.કો. જેન્તીભાઈ મેતા તથા પો.કો. મુળુભાઈ ખટાણા તથા ભુપતસિંહ સીસોદીયા તથા રમેશભાઈ શિંગરખીયા તથા પ્રવિણસિંહ મોરી તથા નીલેશભાઈ પરમાર તથા ઉમેશભાઈ ચાંદેગરા તથા મયુરભાઈ રતીલાલ અગ્રાવત તથા સાગરભાઈ પરમારએ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!