જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ૧.૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં બી ડિવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સકીલખાન ગીલાબખાન પઠાણ, અકીબભાઈ ઈકબાલભાઈ હાલા, અલ્તાફ હુસેનભાઈ ખેતાણી અને ઈમરાનખાન ઈબ્રાહીમખાન તુર્કને રોકડ, મોબાઈલ, મોટરસાઈકલ સહિત કુલ રૂા. ૧,૧૧,૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોરઠમાં જુગાર દરોડામાં ૧૩ શખ્સો ઝડપાયા
માણાવદરનાં પો.કો. કે.જે. ડાભી અને સ્ટાફે ચુડવા ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧પ૧૪૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડનાં પો.હે.કો. પી.એસ. કરમટા અને સ્ટાફે કુકસવાડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૬૭ર૦ સાથે ઝડપી લીધેલ છે. તેમજ કેશોદનાં પો.હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે કેવદ્રા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૧૧૮૩૦, મોટરસાયકલ-ર, મોબાઈલ-૪ મળી કુલ રૂા. પર૪૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર રાજા સોનારાને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews