જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે તે અંતર્ગત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, પીએસઆઈ વી.યુ.સોલંકી, હેડ કોન્સ. રવિરાજસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઇ, પોલીસ કોન્સ. વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં વડાપ્રધાનની ગરિમાને નુકશાન કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આંબેડકર નગરમાં ઝૂપડપટ્ટી રેગ્યુલરાઈઝ કરવાના આંદોલન સમયે દેશના વડાપ્રધાનની ગરિમાને લાંછન લાગે તેવા કૃત્ય કરવાના નોંધાયેલ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ નવ આરોપીઓ પૈકી ૬ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળેલ હતો. આ ગુન્હામાં કુલ ૯ આરોપીઓ પકડાયેલ તે પૈકી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર ૨૦૧૪ થી આજદિન સુધી જૂનાગઢ શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ, અપહરણ, આર્મ્સ એકટ, ધાક ધમકી આપવાના, જાહેરનામા ભંગના કુલ ૮ જેટલા ગુન્હાઓમાં, આરોપી નિલેશ દેવજીભાઈ વારંગીયા ૨૦૧૬ થી આજ દિન સુધી નવા બંદર મરીન ગીર સોમનાથ જિલ્લો, વંથલી, એ ડિવિઝન જૂનાગઢ, મહિલા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન, હથિયાર બંધી જાહેરનામા ભંગ, પત્નીને ત્રાસ આપવાના, જુગાર ધારાના, લોકડાઉન ભંગના, મારામારીના સહિત ૮ ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર, આરોપી કિશોર ભીખાભાઇ વાળા જૂનાગઢ શહેરના એ ડિવિઝન, સી ડિવિઝન, પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન, જુગાર, મારામારી, ધાક ધમકી આપવાના તેમજ ચોરીના કુલ ૬ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર, આરોપી મહેશ નાગજીભાઈ પારધી એ ડિવિઝનના જુગાર ધારાના ૧ કેસમાં, આરોપી જલ્પેશ ગણેશભાઈ પરમાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા તથા લોક ડાઉન ભંગના ૨ ગુન્હાઓમાં તેમજ આરોપી ધર્મેશ ઉર્ફે બુઘો જાદવભાઈ પરમાર પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂ પી ને વાહન ચલાવવાના ૧ ગુન્હામાં પકડાયેલ હોવાની વિગતો ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ હોવાની માહિતી પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આમ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વડાપ્રધાનની ગરિમાને નુકશાન કરવાના ગુન્હામાં પકડાયેલ કુલ ૬ આરોપીનો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન આરોપીઓની પોલ ખોલી નાખતા, આરોપીઓનો ગુન્હાહિત ગુન્હાઓ જાહેર કરવામાં આવેલ છે.
હાલમાં ઉપરોક્ત તમામ આરોપીઓ જેલ હવાલે હોઈ, પોકેટ કોપ એપ્લિકેશન તથા ઇ-ગુજકોપ આધારે મેળવેલ ગુન્હાહિત ઇતિહાસ આધારે તેઓને નામદાર સેસન્શ કોર્ટમાં જામીન ન મળે તે માટે સરકારી વકીલ દ્વારા રજુઆત કરી, કાર્યવાહી કરવામાં આવનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews