જૂનાગઢ : ઘાંચીપટ વિસ્તારમાં વિજ કરંટ લાગતાં બાળકનું કરૂણ મૃત્યું

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વિજ કરંટ લાગવાને કારણે એક બાળકનું કરૂણ મૃત્યું થયું હતું. આ અંગેની ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરની કલેકટર કચેરી નજીક ઘાંચીપટ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ કરીમભાઈ મોરવાડીયાનો પુત્ર મુઝાહુદીન(ઉ.વ. ૧ર) ઘરે હતો ત્યારે પતંગ તુટી ઘર નજીક રહેલ ઈલેક્ટ્રીક તારમાં ફસાતાં, મુઝાહુદી મોરવાડીયાએ લોખંડના સળીયાથી પતંગને ઉતારવાનો પ્રયાસ કરતાં, લોખંડનો સળીયો વિજ વાયરને અડી જતાં મુઝાહુદીન મોરવાડીયાને વિજ કરંટ લાગ્યો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ તેમજ પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે મુઝાહુદીન મોરવાડીયાને લાગેલ આગ બુઝાવી હતી, જાે કે, ત્યાં સુધીમાં બાળક ભડથું થઈ મૃત્યુ પામ્યો હતો. આ બનાવ બાદ બાળકની લાશને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!