જૂનાગઢ સહિત સમગ્ર રાજયનાં વિવિધ શહેરો આજે કોરોનાના કહેરની વચ્ચે જનજીવન ધબકી રહયું છે અનેક લોકો સંક્રમીત થયાં છે. વધતા જતાં કેસો અને આજનાં કટોકટીનાં સમયમાં ગુજરાતનાં દરેક શહેરો તથા ગ્રામ્ય પંથકમાં જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર મળી શકે તેવી સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવાની હાંકલ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી સંજય કોરડીયાએ કરી છે અને સમાજને એક નવતર અભિગમ અપનાવવા અપીલ કરી છે. અને જે સર્વે સમાજ માટે પણ હિતકારી છે.
જૂનાગઢનાં જાણીતા ઉધોગપતિ સંજયભાઈ કોરડીયા કે જેમનાં માર્ગદર્શન હેઠળ સામાજીક, રચનાત્મક અને સેવાકીય પ્રવૃતિઓ સતત ચાલી રહી છે. ધાર્મિક કાર્યક્રમો પણ યોજી અને જયારે પણ સમગ્ર સમાજને સ્પર્શતી કોઈ સેવાકીય પ્રવૃતિહોય ત્યારે સંજયભાઈ કોરડીયા સદાય મોખરે સેવાકીય કાર્યોમાં રહે છે. જ્ઞાતિ સમાજ તેમજ દરેક વર્ગનાં લોકો સાથે જાેડાઈ અને વિવિધ સેવાયજ્ઞ પણ ચલાવતા હોય છે. સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢનાં મેનેજીંગ ટ્રસ્ટી પદે રહી અનેક સેવાયજ્ઞ ચલાવી રહેલા સંજયભાઈ કોરડીયાએ વર્તમાન સમયમાં સમગ્ર સમાજને મદદરૂપ થવાનાં શુભ આશય સાથે સાથી હાથ બઢાના પંકિતને સાર્થક કરવા માટે દરેક સમાજ જ્ઞાતિને એક અપીલ કરી છે કે, કોરોના ગ્રસ્ત જરૂરીયાતમંદ લોકોની મદદે આવવાની હાંકલ કરી છે અને દરેક શહેરોમાં કેર સેન્ટર શરૂ કરવાની અપીલ કરી છે આ સાથેજ સમાજ સેવકો, જ્ઞાતિ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા આ અંગે ચોકકસ કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ અને અપેક્ષા પણ સેવી છે.
સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટનાં સંજય કોરડીયાએ જૂનાગઢ સહિત રાજયભરના વિવિધ શહેરોમાં દરેક સમાજ માટે એક કેર સેન્ટર ઉભુ કરવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રપ બેડ ધરાવતા કોરોના આઈસોલેશન સેન્ટર તાત્કાલીક તૈયાર થયુંછે. અને તે બદલ સમાજનાં આગેવાનોને અભિનંદન પાઠવ્યાં છે. સાથે – સાથે દરેક શહેરોમાં આવા કેર સેન્ટર ઉભા કરવાની લાગણી પણ વ્યકત કરી છે. હાલ સંક્રમિત થયેલ ભાઈ બહેનો, વડીલોને આઇસોલેશન માટેનાં સેન્ટર દરેક શહેરમાં ઉભા કરવા જોઈએ. દરેક સમાજના સંક્રમિત વ્યક્તિઓ માટે સોશ્યલ ડિસ્ટન્સ, હવાઉજાસ તેમજ સ્વચ્છતાને ધ્યાને લઈ આવા કેન્દ્રોની ખુબ જ જરૂર છે. ત્યારે દરેક જ્ઞાતિ -સમાજના આગેવાનો, ડોકટરો આ સંદર્ભે પ્લાન કરી હળવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે આવા કેર સેન્ટર શરૂ કરે એ સમયની માંગ છે. તેમ જણાવી સંજયભાઈ કોરડીયાએ દરેક જ્ઞાતિ/સમાજ/સંસ્થા દ્વારા કોરોનાગ્રસ્ત જરૂરીયાતમંદ તમામ લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કરવા અપીલ કરી છે. અને જે માટે જિલ્લા આરોગ્ય તંત્ર, વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સહયોગથી ઓફિસીયલી મંજૂરી મેળવીને વિધિવત રીતે આવા સેન્ટર શરૂ કરાય તો મોટી સેવા ગણાશે. વધુમાં દરેક જ્ઞાતિ – સમાજે નાની -મોટી સામાજીક – ધાર્મિક સંસ્થાઓ ઉભી કરેલ છે.જે સમાજની વ્યક્તિઓના સહયોગથી જ બની છે અને ચાલી રહી છે. આવી સંસ્થાઓની અત્યારે મહત્તમ જરૂર પડે એવો સમય આવી ચુક્યો છે.જ્ઞાતિના જ નાના વ્યક્તિઓને આવી સંસ્થાઓ મદદ કરે તો કોરોના ચેપ બાદ આર્થિક ખર્ચ અને માનસિક રાહત રહે તે ઇચ્છનીય છે. અને સમાજની હુંફ પણ મળી રહે.
કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કડવા પટેલ સમાજ પરિવાર માટે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ જૂનાગઢ કડવા પટેલ સમાજ ખાતે અલગ અલગ રૂમની વ્યવસ્થા વાળા સેલ્ફ આઇસોલેશન સેન્ટર ઉભું કરવું જોઈએ જેમાં સરકારી ગાઇડલાઈન મુજબ દાખલ કરવામાં આવે જેથી તેની યોગ્ય સંભાળ રાખી શકાય અને ઘરના અન્ય સભ્યોને સંક્રમણથી બચાવી શકાય. સંભવિત દર્દીઓને અન્ય સુવિધા સાથે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે કદાચ દાતાઓનો સહયોગ લેવો પડે તો પણ લઇ શકાય. કોરડીયા પરિવાર પણ આ બાબતે આર્થિક કે અન્ય જવાબદારી લેવા માટે તૈયાર છે. તેવો નિર્ધાર સંજયભાઈ કોરડીયાએ વ્યકત કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews