ઉના પંથકમાં અતિ વરસાદમાં ‘ખેડૂતોની વ્યથા’

0

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ સામે જોઈને વિચારે છે કે હવે ક્યારે બંધ થશે. ખેતરમાં તૈયાર થયેલા પાક માણસને ઉપયોગી નથી રહ્યા પરંતુ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી પશુ માટે ઘાસચારમાં ઉપયોગી થાય એવા પણ ન રહ્યા. બધો જ પાક પાણીમાં ગરકાવ થયો છે અથવા ખેતરમાં પાણી ભરાવવાથી સડી ગયો છે. આમાં સરકાર પણ શું કરે કેમકે પ્રકૃતિના રોદ્રરૂપ સામે માણસ માત્ર લાચાર છે. એક જ પ્રાર્થના કરીએ કે હે ! મેઘરાજા હવે ખમૈયા કરો !!!

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!