સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી માંગરોળ તાલુકાના માર્કેટીંગ યાર્ડને બદલે માંગરોળ તાલુકાની જે તે ગ્રામ પંચાયત કચેરીમાં કરવા માંગરોળ મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.
માંગરોળ તાલુકાના આગેવાનો, સરપંચો તથા ખેડુતોએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે જરૂરી ઓનલાઈન નોંધણી તાલુકામાં એક માત્ર માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવે છે. જેથી માંગરોળ તાલુકાના જ ૬૦ થી ૬૫ ગામડાના હજારો ખેડુતોને કેટલાય કિ.મિ.નું અંતર કાપીને ધક્કો ખાવો પડે છે. ત્યારબાદ લાઈનમાં ઊભા રહી ટોકન મેળવવું પડે છે. ત્યારબાદ જે તે દિવસે નોંધણી કરાવવા આવતા માંગરોળ તાલુકાના ગામડાના ખેડુતોને પરેશાનીનો સામનો કરવો પડે છે. વળી એક જ સેન્ટર હોવાથી ભારે ધસારો રહેતા સમયનો પણ વ્યય થાય છે. જેના કારણે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ નહીં થાય. આ અંગે કાનાભાઈ રામ, ભાવેશભાઈ ડાકી, રાજાભાઈ ભરડા, ધીરૂભાઈ સોલંકી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના દરેક ગામ લેવલે ગ્રામ પંચાયત કચેરીએ વી.સી. સહિતની સગવડો ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખરીદ કરવામાં આવતી મગફળી કે અન્ય ખેત પેદાશોનો ઉત્પાદનના ૨૫% જેટલો જ જથ્થો ખરીદ કરવામાં આવતો હોય છે ત્યારે આમાં નોંધાયેલા તમામ ખેડુતોને સરખો ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews