સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી ઘરગથ્થુ ઉપચાર કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કોરોના મહામારી કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુચવવામાં આવતાં ઘરગથ્થુ ઉપચાર માટેની ચીજવસ્તુઓ બજાર ભાવે ખરીદ કરવી એ દરેક પરિવારને પોષાય નહીં ત્યારે કેશોદના યુવા ડોક્ટર ઋતુરાજ અગ્રાવત અને જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા રાજકોટની સંસ્થાના સહયોગથી નાસ લેવાનું ઈલેક્ટ્રીક મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર રાહત ભાવે વિતરણ કરવાનો કાર્યક્રમ જલારામ મંદિર ખાતે યોજાયો હતા જેમાં કેશોદ શહેરમાંથી લોકોનો ઉમળકાભેર સહકાર મળતાં માત્ર બે કલાકમાં સ્ટોક પૂરો થઈ ગયો હતો જેથી ફરીથી રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. કોરોનાની મહામારી સામે લડવા માટે આજે જ્યારે કોઈ વેકસીન કે દવા હાથ લાગી નથી ત્યારે અત્યારે માત્ર હાથ વગા ઉપાયો હોય તો એ સ્ટીમ મશીન છે જેના માટે જલારામ મંદિર કેશોદ તથા અગ્રાવત હોસ્પિટલ તરફથી કેશોદની જનતા માટે દ્ગ ૯૫ માસ્ક, સેનેટાઈઝર તથા બાફ મશીનનું આખી કીટ સાથે રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતું જેમાં એક જ કલાકમાં ૨૫૦ કીટનું વિતરણ કરાયું હતું
જલારામ મંદિર કેશોદ દ્વારા જ્યારથી કોરોના મહામારીની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે ત્યારથી જ લોકોની સેવા કરી રહી છે. લોકડાઉન દરમ્યાન દાતાઓના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જ્યારે આજની જરૂરિયાત બાફ મશીન આ માસ્કને ચેલેન્જ છે તો તે રાહત દરે વિતરણ કરી રહી છે. આજથી સવાર-સાંજ જલારામ મંદિર દ્વારા કિટનું વિતરણ કરવામાં આવશે. આ સેવા કાર્યમાં જલારામ મંદિર ટ્રસ્ટી મંડળ, દિનેશ કાનાબાર, ડોક્ટર ઋતુરાજ અગ્રાવત, મેહુલભાઈ ગોંડલીયા, ભુપેન્દ્રભાઈ જાેષી, દિનેશભાઈ ત્રિવેદી વગેરે દ્વારા સેવા આપવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews