જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ તાત્કલીક અસરથી તકેદારી સાથે આરોગ્ય વિષેયક પગલા યુધ્ધના ધોરણે લેવામાં આવ્યાં છે અને તેઓનાં સંપુર્ણ તબીબી સેવાનાં વિઝન હેઠળ સિવીલ હોસ્પિટલનું તંત્ર સજજ બનાવી દેવાયું છે. જૂનાગઢ સરકારી સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને સારવારના અભાવે કોઈપણ દર્દીનું મૃત્યુ ન થાય તેની સંપુર્ણ કાળજી લેવામાં આવી રહી છે. અને જૂનાગઢ સિવીલ હોસ્પિટલની બદલેલી આરોગ્ય સુવિધાના વિડીયો સોશ્યલ મિડીયામાંવાઈરલ થઈ રહયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની ખાસ વાતચીતમાં જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં લેવામાં આવેલી દર્દીઓની સારવાર તેઓની સંભાળ અને વધારાના તબીબોની સેવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકના લોકોને એક અપીલ પણ કરી હતી. કોઈપણ વ્યકિતને કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલીક અસરથી ટેસ્ટ કરાવી લેવા સિવીલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ર૪ કલાક આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને ગફલતમાં ન રહેવા તાત્કાલીક સારવાર મળે તે માટે પ્રયત્નશીલ બની રહેવા અનુરોધ કર્યો હતો.
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં પુરતી સારવાર મળતી નથી તેમજ ઓકસીજનનો અપુરતો જથ્થો, દવાઓ અને બેદરકારી અને લાપરવાહીના કારણે દર્દીઓનાં મૃત્યુ થતાં હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે અનેક ફરીયાદો ઉઠવા પામી હતી. સિવીલ હોસ્પિટલની કથળેલી હાલતને સુધારવાના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ તાત્કાલીક અસરથી જૂનાગઢનાં સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીપીઈ કીટ પહેરી અને કોરોના વોર્ડ અને આઈસીયુ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓ પાસેથી પણ સારવારની વિગત મેળવી હતી. તેમજ ડોકટરો પાસેથી વિગતો મેળવવા સાથે ડોકટરોને દર્દીઓની સારવારમાં તેમજ સુવિધામાં પડતી મુશ્કેલીઓની ચર્ચા સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તેવી તકેદારી લેવા હોસ્પિટલ તંત્રને આદેશ જારી કર્યો હતો. કલેકટરશ્રી દ્વારા લેવાયેલા તકેદારીના પગલાનાં ભાગરૂપે જૂનાગઢના સિવીલ તંત્રમાં વધુ સારી સુવિધાનો સમન્વય કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના સંબંધીઓ આજે તા.ર૪ થી હેલ્પ ડેસ્ક ઉપરથી વિડીયો કોલીંગ કરી શકશે. જીલ્લા કલેકટર સૌરભ પારઘીએ ફરીવાર પી.પી.ઈ.ટી. કીટ પહેરી કોરોના વોર્ડની મુલાકાત લઈ દર્દીઓ પાસેથી દવા, સારવાર, ભોજન સહિતની વિગતો મેળવી હતી. તેમજ નર્સીંગ તેમજ તબીબી સ્ટાફ માટે નવ જેટલા વોટર કુલરની વ્યવસ્થા કરાવી હતી. જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓને દર્દી વિષે કોઈ માહિતી મળતી ન હોવાની ફરીયાદ ઉઠી હતી. આ ફરિયાદના ઉકેલ માટે જીલ્લા કલેકટરે સુચના આપતા આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજે તા.ર૪થી સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સંબંધીઓ સવારે ૧૦ થી ૧ર અને બપોરે ૪ થી ૬ હેલ્પ ડેસ્ક ઉપરથી દર્દીઓને વિડીયો કોલ કરી વાતચીત કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત દર્દીને તેના સંબંધી કોઈ વસ્તુ બહારથી પહોંચાડવા માંગતા હોય તો તેઓ હેલ્પ ડેસ્કના માધ્યમથી સવારે ૧૧ થી ૧ર અને સાંજે ૬ થી ૭ દરમ્યાન પહોંચાડી શકશે. આજે પણ કલેકટર ડો.સૌરભ પારધી, ડીડીઓ, પ્રવિણ ચૌધરી પી.પી.ઈ. ડ્રેસ પહેરી કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. અને સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પાસેથી સારવાર, દવા, ભોજન સહિતની વ્યવસ્થાની વિગતો મેળવી તેઓના ખબર અંતર પુછયા હતાં. તેમજ વેન્ટીલેટર, ઓકસીઝન, આઈસીયુ વોર્ડની સુવિધાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી અને કોરોના વોર્ડના તબીબો પાસેથી દર્દીઓની સાર સંભાળ અંગેનો રિવ્યુ કર્યો હતો. કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરી ફરજ બજાવતા તબીબ તથા નર્સીંગ સ્ટાફ માટે વોટર કુલરની જરૂર હોવાથી જૂનાગઢ કલેકટરે તાત્કાલીક નવ કુલરની વ્યવસ્થા કરાવી હતી. કુલર આવી જતા પીપીઈ કીટમાં ફરજ બજાવતા તબીબો નર્સીંગ સ્ટાફને ગરમીથી રાહત મળી હતી. સિવીલ હોસ્પિટલ ખાતે ગણત્રીનાં કલાકોમાં જ કોરોના દર્દીઓને તમામ પ્રકારની સારવાર અને સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નોને સફળતા મળી રહી છે. સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ વધુમાં એમ પણ જણાવ્યંુ હતું કે, સિવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પ્રમાણમાં તબીબોની ઘટ હોય જેથી સરકારશ્રીમાં રજુઆત કરી અને વધુ ત્રણ તબીબોને ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવ્યા છે અને કોઈપણ દર્દી અને તેમના સગા વહાલાની ફરીયાદ ન રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોરોના દર્દીઓની પુરતી કાળજી સાથે ભોજન પણ કરાવાય છે
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને પડી રહેલી મુશ્કેલીની વ્યાપક ફરીયાદોને પગલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ સિવીલ હોસ્પિટલનું તંત્રને સજજ બનાવી દેવામાં આવ્યું છે. યોગ્ય સારવાર કોરોનાના દર્દીઓને મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાના દર્દીઓને સાર સંભાળની સાથે યોગ્ય ભોજન, નાસ્તો, ગરમ પાણી, શૌચાલય ટોઈલેટની ચોખ્ખાઈ અંગેની વોર્ડની ચોખ્ખાઈ, ઓકસીજન સ્ટોક, જરૂરી દવા, તબીબી સારવાર, સીસી ટીવી કેમેરાની સેવા પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અને સંપુર્ણ તકેદારીનાં પગલા લેવામાં આવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews