ચોરવાડ – માંગરોળ રોડ ઉપરથી ૧પ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ચોરવાડપોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.બી.લાલકા અને સ્ટાફે ચોરવાડ- માંગરોળ રોડ નજીકથી વોચ ગોઠવી અને રેઈડ કરતાં ઈંગ્લીશ દારૂ પીવાના જુદી-જુદી બ્રાંડની બોટલ નંગ.૧૭૬ ભરેલ અને પેટી નંગ૧પ અને સફેદ કલરની સ્વીફટ ડીઝાયર મોટરકાર નં.જીજ.૦પ-જેએફ- પ૦૯૮ મળી દારૂની હેરાફેરી કરવા સબબ રૂા.૩,૭૦,૪૦૦નો મુદામાલ જપ્ત કરી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ. પ્રદિપ ઉર્ફે પદો ઉકાભાઈ ડાભી તેમજ કરણ ઉર્ફે કાલીયો સામતભાઈ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ ચોરવાડ પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!