માંગરોળ : પતિની નજર સામે પત્નીનું મોત નિપજયું

0

માંગરોળના બંદર રોડ ઉપર છકડો રીક્ષા અને બાઈક અથડાયા બાદ બાઈકમાંથી નીચે પડી ગયેલી શ્રમિક મહીલા ઉપરથી મચ્છીની બોગી ફરી વળતા પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું હતું. બંદર તરફ જતા રસ્તે અવેડા નજીક સવારે સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ મુળ નવસારી જીલ્લાના વતની અને હાલમાં માંગરોળ બંદર ઉપર રહી માછલીની નવી જાળ બનાવવાનું અને રિપેરિંગનું કામ કરતા રામચંદ્ર ટંડેલ અને તેના પત્ની તૃપ્તિબેન બજર લેવા શહેરમાં આવતા હતા. ત્યારે બાઈકની છકડોરીક્ષા સાથે ટકકર થતા સંતુલન ખોરવાતા તૃપ્તિબેન (ઉ.વ.૫૦) પડી ગયા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા તોતિંગ ટ્રકના વ્હીલ તેઓની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ખારવા સમાજના અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. વતનથી દુર રોજીરોટી રળવા આવેલું દંપતિ ખંડીત થતા શોક છવાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!