જૂનાગઢ તાલુકાનાં સાબલપુર સીમ વિસ્તારમાં પરિણીત યુવતી ઉપર નિર્લજ હુમલો : ધમકી આપી

જૂનાગઢ તાલુકાનાં સાબલપુર ગામની સીમ વિસ્તારમાં પરિણીત યુવતી ઉપર નિર્લજ હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે જયશ્રીબેન ભાવેશભાઈ વાઘેલા રહે.સાબલપુરવાળાએ સાબલપુર ગામનાં જ રફીક અમીનભાઈ કચરા તથા અન્ય એક વ્યકિત સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી રફીકભાઈ અમીનભાઈ કચરાએ ફરીયાદીની એકલતાનો લાભ લઈ બાથ ભરી છેડતી કરી સાડી ઉતારી દેવાની હરકત કરેલ અને અજાણ્યા બુકારીધારી શખ્સે ફરીયાદીનો હાથ પકડી બ્લાઉઝ કાઢી લેતા ફરીયાદી યુવતીએ સ્વબચાવમાં બુકાનીધારી શખ્સને બચકુ ભરતા રફીક અમીનભાઈએ છરી બતાવતા ફરીયાદીને મારી જીવાની બીકે ભાગવા જતા ઝપાઝપીમાં માર મારેલ અને ફરીયાદીનુ મંગલસુત્ર પણ કયાંક પડી ગયું હતું. આરોપી નં.૧એ કોઈને કંઈશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જે.પટેલ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!