કેશોદ પ્લાયવુડની દુકાનના તાળા તુટ્યા

કેશોદમાં વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે તાજેતરમાં જ તસ્કરોએ મકાનોને નિશાન બનાવ્યા હતા જે તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા જેની પોલીસમાં થયેલી ફરિયાદની હજુ શાહી સુકાઇ નથી ત્યાં સ્ટેશન રોડ ઉપર શ્રીજી આર્કેડમાં આવેલ મિલન પ્લાયવુડ દુકાનના શટરના નકુચા તોડી તસ્કરો ૩૦૦૦ રોકડની ચોરી કરી ગયા છે. આ અંગે દુકાન માલિક જીતુભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે સવારે દુકાને આવતા શટરના નકુચા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતાં. દુકાનમાં પ્રવેશતા પહેલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે દુકાનના ટેબલના ખાનામાં રહેલ પરચુરણ રોકડ ચોરી કરી ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!