જૂનાગઢમાં એક લાખની લાંચ લેતા ઝડપાયેલા જમીન શાખાના નાયબ મામલતદારને એસીબીએ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતાં. પરંતુ હુકમ આવે તે પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હવે તેની સામે તપાસની કાર્યવાહી અટકી ગયેલ છે. જૂનાગઢની જમીન શાખાના નાયબ મામલતદાર જગદીશ ગોપાલભાઈ મકવાણા ગઈકાલે એક અરજદાર પાસેથી જમીન બિનખેતી કરવા મામલે એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેની જૂનાગઢ એસીબીએ ધરપકડ કરીને ગુન્હો દાખલ કર્યો હતો. અને આગળની તપાસ બોટાદ એસીબી પીઆઈ ચૌહાણ ચલાવી રહયા હતા. તેમણે જણાવ્યું કે આજે તેઓની ટીમે તેમનો કબજાે લઈને તપાસ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતાં. ત્યારે નાયબ મામલતદારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા હાલ આગળની તપાસ અટકી ગયેલ છે. મામલતદારનો પહેલો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ બીજાે રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. હવે નામદાર કોર્ટ જે હુકમ કરે તે મુજબ આરોપી જગદીશ મકવાણાને કયાં રાખવા તે અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જયાં સુધી તેમનો રીપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી રિમાન્ડ પણ મેળવી શકાશે નહીં. હાલ તો તેઓ અને તેમની ટીમને પણ કોરેન્ટાઈન રહેવંુ પડે તેવી સ્થિતિ આવેલ છે. તો બીજી તરફ નાયબ મામલતદારના જૂનાગઢના મીરાનગરમાં આવેલા ઘરની ગીર-સોમનાથ એસીબીએ સર્ચ કર્યુ હતું. પરંતુ ત્યાંથી કશું હાથ લાગ્યું ન હોવાનું બહાર આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews