Sunday, January 24

રાજ્યમાં જમીન પચાવી પાડનારા ભૂ-માફિયાઓ સામે હવે કડક કાયદો : ૧૪ વર્ષ સુધીની કેદ

રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂ-માફિયાઓ સામે કાયદાનો કડક અમલ કરવા રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ અંગેનું વિધેયક રજૂ કરી પસાર કરાવ્યું હતું. સરકારના આ કાયદા હેઠળ હવે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કરનારા સામે સખ્ત કાર્યવાહી થશે અને તેમાં ૧૦થી ૧૪ વર્ષ સુધીની કેદની સજા તેમજ જમીનની જંત્રી કિંમતનો દંડ વસૂલવામાં આવશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ- ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન ઉપર ગેરકાયદે કબજાે જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો રાજય સરકારે ર્નિણય કર્યો છે આવા તત્વો ચેતે સરકાર તેમને સાખી લેશે નહી એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. આજે ગુજરાત વિધાન સભા ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) વિધેયક-૨૦૨૦ અંગે વિધેયક રજૂ કરતાં મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ હતું કે, ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલીકીની કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક- ધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજાે ઉભા કરી પ્રત્યક્ષ કબ્જાે કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જાે જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપીપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આવી પ્રવૃત્તિ ડામવામાં પણ આ વિધેયકથી રક્ષણ મળશે. આ કાયદાની જાેગવાઇઓની વિગતો આપતા મંત્રીએ કહ્ય્šં કે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની સમિતિ બનશે. તેમજ આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે. માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરેથી કાયદા મુજબ, ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ ૧૪ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. ઉપરાંત વિશેષ કોર્ટની રચના કરવામાં આવશે. જમીનોનો ગેરકાયદેસર કબ્જાે લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે. આ એક્ટમાં એવી કડક જાેગવાઇઓ કરવામાં આવી છે કે, રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે, જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી તપાસ- સુનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે. આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં કેસ અદાલતમાં દાખલ થયાના શક્્યતઃ ૬ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે. ઝડપી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલની પણ નિમણૂંક કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!