બેટી બચાવોનાં બોગસ ફોર્મ ભરી મોટેપાયે રોકડી કરી લેવાનું ચાલતું કૌભાંડ ? : તત્કાલ તપાસની માંગણી

0

રાજયસરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આમ પ્રજાને તેમજ જરૂરીયામંદ લોકોને સહાયરૂપ થવા માટેની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ પણ પ્રાપ્ત થઈ રહયો છે. તો બીજી તરફ લેભાગુ દ્વારા આવી યોજનાના નામે લોકોને લુંટવામાં આવી રહયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામતા ચકચાર જાગી છે. જૂનાગઢના જીલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બેટી પઢાવો બેટી બચાવોનાં ફોર્મ ભરી અને રૂા.પ૦૦ની રોકડી કરી લેવાનો મામલો બહાર આવેલ છે. અને આ બાબતે તપાસ કરવા માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા- ચોરવાડ – માંગરોળ સહિતનાં વિસ્તારોમાં બેટી બચાવો બેટી પઢાવોના બહાના હેઠળ અરજદારોના ફોર્મ ભરવામાં આવે છે. મહિલા વિભાગ ઉપર આવા ફોર્મ ભરી અને મોકલી દેવામાં આવે છે. અને જે તે અરજદાર પાસેથી રૂા.પ૦૦ સહિતની રોકડી કરી લેવામાં આવે છે. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આવી યોજના અંગેના ફોર્મ મોટેપાયે ભરીને લેભાગુ તત્વો લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી હકીકતોના પગલે જવાબદાર તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક આધારભુત રીતે મળતી વિગત અનુસાર વરસો થયાં વિવિધ યોજનાઓનાં નામે અનેક લોકોને લુંટવામાં આવે છે અને રોકડી પણ કરી લેવામાં આવે છે. આવા કૌભાંડોનો સીલસીલો ચાલી રહયો હોવાની ફરીયાદો ઉઠી રહી છે. આવા ચિટીંગ કરનારા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરનારા લોકો પકડી રાજય વ્યાપી આવુ કૌભાંડ ચલાવનારાઓનો પર્દાફાશ કરવા પ્રજામાંથી માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!