પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૪ વિશેષ ટ્રેનો ર૪થી ર૬ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તેમણે જણાવ્યું હતું કે યાત્રીઓ અને રેલવેની સંપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રદ થયેલી ટ્રેનોમાં ગોલ્ડન ટેમ્પલ મેલ (અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ) જનશતાબ્દિ એકસપ્રેસ (હરિદ્વાર – અમૃતસર) , કર્મભૂમિ એકસપ્રેસ (અમૃતસર -ન્યુ જલપાઈગુડી), સચખંડ એકસપ્રેસ (નાંદેડ-અમૃતસર) અને શહીદ એકસપ્રેસ (અમૃતસર-જયનગર) સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોવિડ- ૧૯ મહામારીના પગલે નિયમિત ટ્રેનો પહેલાથી જ બંધ છે. કિસાન-મજદુર સંઘર્ષ સમિતિએ સૌ પ્રથમ આ રેલ રોકો આંદોલનની હાકલ કરી હતી, ત્યાર બાદ અન્ય ખેડૂત સંગઠનો પણ આ આંદોલનમાં જાેડાયા હતા. ભારતીય કિસાન યુનિયનના કાર્યકરો ગુરૂવારે સંગરૂરમાં રેલવેના પાટાઓ ઉપર બેસી ગયા હતા. આ ઉપરાંત અમૃતસરના ખેડૂતોએ દેવીદાસપુર અને ફિરોઝપુરમાં રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું. કિસાન મજદુર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે તેમને સરકારી કર્મચારીઓ અને મજુરોના અનેક વર્ગો તરફથી સમર્થન મળી રહ્યું છે. સમિતિના અધ્યક્ષ સતનામસિંહ પન્નુએ કહ્યું હતું કે તેમણે રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોના આંદોલનમાં સામેલ ન થાય. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે કાર્યકરોએ ભાજપના નેતાઓ અને તે લોકોનો બહિષ્કાર કરવામાં નિર્ણય લીધો છે જેમણે આ ખરડાના સમર્થનમાં મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કુલ ૩૪ જેટલા ખેડૂતો સંગઠનોએ આ કૃષિ ખરડાઓ વિરૂધ્ધ રપ સપ્ટેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂતોએ આશંકા વ્યકત કરી હતી કે આ ખરડાઓ દ્વારા ટેકાના ભાવોનો અંત લાવવાનો માર્ગ મોકળો થઈ જશે અને ખેડૂતો મુડીવાદીઓની દયા ઉપર નિર્ભર બની જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews