રાજ્યના વિદ્યાર્થીઓની ફી માફી અંગે સરકારે ગૃહમાં જાહેરાત ન કરતાં કોંગ્રેસનો વોકઆઉટ

0

ગુજરાત વિધાનસભામાં ખાનગી શાળા કોલેજાેમાં અમુક અમુક ફી માફિયા સંચાલકો વિદ્યાર્થીઓને જબરજસ્તીથી ફી ભરવા ધમકાવી રહ્યા છે. આ અંગે ખાનગી સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતનો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન હતો. પરંતુ કોંગ્રેસપક્ષની માગણી અન્વયે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કોઈ જાહેરાત ન કરતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આજરોજ વિધાનસભા ગૃહમાં અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના અંગેનો પણ પ્રશ્ન રજૂ થયો હતો. આ પ્રશ્નની ચર્ચામાં સરકારને આડે હાથ લેતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦થી સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વાયબ્રન્ટ મહોત્સવના નામે વિદેશીઓને નોંતરૂં કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આર્ત્મનિભર બનાવવાની સુફિયાણી સલાહ શું કામ આપે છે ? મુખ્યમંત્રીએ આર્ત્મનિભર ગુજરાત પેકેજ હેઠળ રૂા.૧૪,૦૨૨ કરોડની જાહેરાત કરેલ હતી અને આજે વિધાનસભામાં અલગ-અલગ ઘટકો હેઠળ કુલ રૂા.૨૪,૮૧૨ કરોડની ફાળવણી દર્શાવી પરંતુ આ યોજના અંતર્ગત કુલ કેટલા લોકોને, કુલ કેટલી રકમની સહાય ચૂકવી ? તેવા સામાન્ય પ્રશ્નનો જવાબ આપવા અસમર્થતા દર્શાવી અને આ યોજના આર્ત્મનિભર પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું પડીકું માત્ર છે તેવા વિપક્ષના આરોપોને સરકારે મહોર મારી છે.
હાલ પર્યંત આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના અંતર્ગત સઈ, સુથાર, લુહાર, કુંભાર, પ્રજાપતિ સહિત વિશ્વકર્મા સમાજ તેમજ રિક્ષા, ટેક્સી અને છકડા ચાલક, કલાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, કુશળ કારીગરો સહિત ગરીબ- મજૂર-બાંધકામ શ્રમિકો અને નિમ્ન મધ્યમવર્ગના જરૂરિયાતમંદ પરિવારોને વીજબિલ, સ્થાનિક કરવેરા, વાહનવેરા, હાઉસિંગ લોનમાં વ્યાજ સહાય તેમજ રોજગારી ભથ્થા પેટે કુલ કેટલા લોકોને અને કુલ કેટલી રકમની સહાય કરી ? તેવો વેધક સવાલ વિપક્ષના નેતાએ સરકારને પૂછ્યો હતો. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્યાન સરકારી અને ખાનગી શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવા તેમજ ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોના પગાર અને આનુષંગિક વહીવટી ખર્ચ પેટે ર્સ્વનિભર સંસ્થાઓને ખાસ સહાય પેકેજ જાહેર કરવા માગણી કરી છે અને જાે સરકાર માગણી નહીં સ્વીકારે તો આગળના દિવસોમાં આંદોલનને ગામેગામની ગલીઓમાં લઈ જવાની ચીમકી આપેલ છે. કોંગ્રેસપક્ષની માગણી અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓની ફી માફી અંગે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કોઈ જાહેરાત ન કરતા ગૃહમાંથી વોકઆઉટ કર્યો
હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!