પંજાબના રેલ રોકો આંદોલનથી અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેર ઉપર ગંભીર અસર પડશે : રેલવે

રેલવે મંત્રાલય દ્વારા ગઈકાલે ગુરૂવારે કહ્યું હતું કે, પંજાબમાં કૃષિ ખરડાઓ મુદ્દે શરૂ થયેલા રેલ રોકો આંદોલનથી અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેરઉપર ગંભીર અસર પડશે. આ ઉપરાંત વિશેષ ટ્રેનો મારફતે તાત્કાલિક મુસાફરી કરતા યાત્રાળુઓ પણ પરેશાન થશે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘પંજાબના રેલ રોકો આંદોલનના પગલે અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેર પર ગંભીર અસર પડશે. આ ઉપરાંત રેલવે નૂર અને અર્થતંત્ર ઉપર પણ તેની નકારાત્મક અસર પડશે. તેમજ સામાન્ય નાગરિકોની પરેશાની વધશે.’ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આંદોલનને પગલે ઘણી માલગાડીઓ અને પાર્સલ ટ્રેનો માટે નવેસરથી સમયપત્રક ગોઠવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!