બાયોડીઝલ સામે બૂંગીયો : મંગળ-શુક્ર પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે પંપ સંચાલકો

0

રાજ્યમાં બિલાડીની ટોપ જેમ બાયોડિઝલના પંપ ધમધમતા થયા છે અને બાયોડિઝલનું ગેરકાયદે વેંચાણ થતું હોવાની ફરીયાદ પેટ્રોલીયમ ડિલર એસોસીએશન દ્વારા વારંવાર કરવા છતાં કોઈ સરકાર અને ઓઈલ કંપની દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતા તા.ર૯ના રોજ રાજ્યના પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પેટ્રોલ-ડિઝલની ખરીદી નહીં કરી અને વિરોધ પ્રદર્શન કરશે. આ અંગે જૂનાગઢ પેટ્રોલ-ડિઝલ ડિલર એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૧૫૦થી ર૦૦ જેટલા બાયોડીઝલના પંપ ચાલી રહ્યા છે. બાયોડીઝલ આવતા રાબેતા મુજબના ડીઝલના વેંચાણમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. બાયોડીઝલ સસ્તુ આવતું હોવાથી ટ્રક ચાલકો સહિતના ગ્રાહકો તે વધારે ઉપયોગ કરે છે પરંતુ, તે ગેરકાયદેસર છે અને વાહનને નુકશાન કરતા છે. જેથી આવા પંપો સામે કાર્યવાહી કરી તેની ગુણવત્તા ચકાસી અને ધારાધોરણ નકકી કરી કાર્યવાહી કરવામાં આવે વધુમાં જણાવ્યું છે કે, કસ્ટમરને કોઈ મુશ્કેલી પડશે નહીં માત્ર કંપનીઓ પાસેથી જ ખરીદી નહીં કરવામાં આવે કસ્ટમર માટે પૂરવઠાની વ્યવસ્થા કરાઈ છે. આ બાબતે ત્રણેય સરકારી ઓઈલ કંપની તથા સરકારને અનેક વખત ધ્યાન દોરેલ છે. પરંતુ આજદિન સુધી વાતને ગંભીરતાથી નહીં લેવાને કારણે ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડીઝલનો ધંધો અનેક ગણો વધી ગયો છે. જે હવે સહન થઈ શકે તેમ નથી. માટે ના છૂટકે અમારે તા.ર૯/૯/૨૦૨૦ને મંગળવારે આંદોલનનું એલાન કરવાનું નકકી કરેલ છે અને અમારા ઉપરોકત પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે દરેક અઠવાડીયાના મંગળ અને શુક્રવારે પેટ્રોલ તથા ડીઝલની ખરીદી કરશું નહીં. આ દિવસે ગુજરાત રાજ્યના તમામ ડીલરો પેટ્રોલ તથા ડીઝલની ખરીદી નહીં કરે, પરંતુ પેટ્રોલ-ડીઝલનું વેંચાણ ચાલું રહેશે. જેથી ગ્રાહકોને તકલીફ ન પડે તેમ જાહેરાત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!