ભાજપનાં નગર સેવકોને ખૂલ્લા પાડવાનો સમય આવી ગયો છે : હરેશ બાટવીયા

જૂનાગઢ શહેરની પ્રજા ઘણા લાંબા સમયથી પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને દુઃખ ભોગવી રહી છે. અને લાઈટ, પાણી, રસ્તા સહિતનાં પ્રશ્નો રોપ-વેની માફક હવામાં લટકી રહ્યા છે. જૂનાગઢની પ્રજાએ ખોબેને ધોબે મત આપી પ૪ નગર સેવક ભેટ આપી છે અને કોર્પોરેશન ઉપર બોર્ડ અમલમાં આવેલ છે. મહાનગરપાલિકામાં કાર્યરત ભાજપની સરકાર પ્રજાનાંકોઈ પ્રશ્ને ઉકાળી શકી નથી ત્યારે જૂનાગઢનાં જાગૃત નાગરિક હરેશ સી. બાટવીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને જૂનાગઢની જનતાને ન્યાય અપાવવાની માંગણી કરી છે.
હરેશભાઈ બાટવીયાએ મુખ્યમંત્રી શ્રીને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવેલ છે કે, આ વર્ષે ભારે વરસાદનાં પગલે આણંદપુર વિયર ડેમમાં પાણીની જબ્બર આવક સારી રહી છે. આ ડેમમાં વરસાદી પાણીનો વધારો થઈ રહ્યો છે. આ ડેમનાં પાણીને પ્રજાનાં ઉપયોગ માટે લેવું હોય તો કલોરીનેશન કરેલું પાણી આપવું જાેઈએ પરંતુ જૂનાગઢની જનતાને આણંદપુર વિયર ડેમનું પાણી કલોરીનેશન કર્યા વગર દિવાન ઓફીસ પંમ્પીંગ સ્ટેશન અને ઉપરકોટમાં સ્ટોરેજ કરવામાં આવે છે. પાણી વિતરણ કરવા માટે કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શહેરનાં રસ્તાઓ તૂટી ગયા છે. ભૂર્ગભ ગટરનાં કારણે ૬ થી ૭ માસ જેટલો સમય થઈ ગયો છે છતા કોઈ કાર્યવાહી થતી નથી. આ ઉપરાંત લોકો તમામ પ્રકારનાં વેરાઓ ભરે છે પરંતુ નકકર સુવિધાઓ મળતી નથી. વિશેષમાં જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બિલ્ડીંગોનું ગેરકાયદેસર બાંધકામ મોટા પાયે થઈ રહ્યું છે. તેઓને માત્રને માત્ર નોટીશ આપવામાં આવે છે. બીજી તરફ જવાબદાર અધિકારી પાસે કલમ-ર૬૦(ર) મુજબ નિર્ણય લેવાની સત્તા હોવા છતા કોઈ કામગીરી થતી નથી. ગુજરાતનાં સાત કોર્પોરેશનમાં નિવૃત્ત કર્મચારીને બીજા દિવસથી પેન્શન ચૂકવવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં કોર્પોરેશનમાં નિવૃત કર્મચારીને પેન્શન મળતું નથી. આ પત્રમાં હરેશ બાટવીયા ચોકવનારા આક્ષેપ કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાનાં કર્મચારી પગાર કોર્પોરેશનનો ખાય છે અને સત્તાધિશ નગર સેવકની ઘરે ઘર કામ કરે છે તે ગંભીર બાબત છે. આ ઉપરાંત મહાનગરપાલિકાનાં પદધિકારીઓ-અધિકારીઓનાં વાહનનો બેફામ દૂર ઉપયોગ થાય છે પરંતુ તેની જાણે પરવા જ નથી. પ૪ નગર સેવકની ભાજપની મનપાની સરકાર સામે પ્રજાની અનેક ફરિયાદો છે પરંતુ આ ફરિયાદનો નિવેડો આવતો નથી તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે. જૂનાગઢની જનતાને જાે ન્યાય જાેતો હોય તો સત્ય હકીકત જનતાની સમક્ષ રજૂ કરવી જાેઈએ. જૂનાગઢનાં નાગરિકોનો મત કેટલો કિંમતી છે તે રજૂ કરવો જઈએ અને આવનારી ચૂંટણીમાં કોને મત આપવો તે પણ જનતાએ જાેવું પડશે અને આ સાથે લોકોને હાકલ કરી છે કે જનતાનાં કામ ન કરનાર ભાજપનાં નગર સેવકોને ખૂલ્લા પાડવાનો સમય હવે પાકી ગયો છે તેમ હરેશ બાટવીયાએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!