જૂનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘનાં પ્રમુખ તરીકે નિમણુંક

અખીલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શિક્ષક મહાસંઘ-ગુજરાત અને જૂનાગઢ જીલ્લા મહાસંઘ હેઠળ જૂનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘ નામનાં સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જેનાં પ્રમુખ તરીકે વડાલ પ્રા.શાળામાં ફરજ બજાવતા ઉદેશભાઈ જુંજીયા અને મંત્રી તરીકે હાર્દિકભાઈ કાપડીયા તેમજ સંગઠન મંત્રી તરીકે શ્યામભાઈ શુકલ તેમજ કમીટી મેમ્બર તરીકે લાલજીભાઈ, કિરીટભાઈ, નયનભાઈ, હેમાલીબેન, રામદેભાઈ, દિનેશભાઈ, ચેતનભાઈ, ભાવિલભાઈ અને રેનિશભાઈની નિમણુંક કરવામાં આવી છે. આ તકે પ્રમુખ ઉદેશભાઈ જુંજીયાએ જણાવ્યું હતું કે તાલુકાનાં શિક્ષકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો સંગઠન મારફત પ્રયત્નો કરીશું અને શિક્ષકોની કોઈપણ પ્રકારની સેવામાં તત્વરીત હાજર રહીશું આ તકે ટીપીઓ અંજનાબેન, જીલ્લા મહાસંધનાં હોદેદારો સુરેશભાઈ, કૈલાશભાઈ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!