ભિયાળનાં છેતરપીંડી કેસનાં આરોપી પાસેથી રૂા. ૯,૧૧,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો

જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજીત્રા (જાતે પટેલ ઉવ. ૨૬) ને ગત જાન્યુઆરી મહિનામાં આરોપીઓ ગરૂ તથા ચેલો અને તેની સાથે મળેલ તેના મળતીયાઓએ પૂર્વાયોજિત કાવતરૂ રચી, ફરિયાદીને દિકરો અપાવવાનો વિશ્વાસ આપી, વિધિઓ કરવાના બહાને ફરીયાદીના રૂપીયા તથા સોનાના દાગીના મળી, કુલ રૂા. ૭૭,૭૦,૦૦૦/- ની ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ પાંચેય આરોપીઓને સાત દિવસનાં પોલીસ રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માતબર રકમના ચિટિંગના ગુન્હામાં ફરિયાદીની દિકરો મેળવવાની ભાવનાનો દુરૂપયોગ કરી, છેતરપિંડી વિશ્વાસઘાત કરી, પુરાવાઓનો પણ નાશ કરાવવામાં આવેલ હોઈ, પોલીસ રીમાન્ડ ઉપર રહેલા તમામ આરોપીઓ પાસેથી છેતરપીંડી વિશ્વાસઘાત કરી, હજમ કરેલા તમામ રૂપિયા તથા સોનાના દાગીના હસ્તગત કરી, રિકવર કરવા સૂચના કરવામાં આપવામાં હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, હેડ કોન્સ. નાથાભાઇ, નિલેશભાઈ, પોલીસ કોન્સ. જૈતાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા પોલીસ રીમાન્ડ ઉપર રહેલા આરોપીઓ રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વાઘસિયા બાપુ (ઉ.વ. ૨૫ રહે. ભોજપરા, વાંકાનેર હાલ રહે. ખીરસરા તા. જી. રાજકોટ), જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ (ઉ.વ. ૩૦ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી), કવરનાથ રૂમલનાથ ભાટી (ઉ.વ. ૩૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી), નરેશનાથ રૂખડનાથ પઢીયાર (ઉ.વ. ૨૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી) તથા ઘાસનાથ રૂખડનાથ પઢીયાર (ઉ.વ. ૩૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી)ની પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો આ ગુન્હો કર્યાનો જ ઇન્કાર કરી દીધેલ હતો. પરંતુ, જૂનાગઢ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા અને ત્રીજું નેત્ર ખોલતા રૂખડનાથ ગેંગ દ્વારા સમગ્ર ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ હતી અને છેલ્લા આઠેક મહિના દરમ્યાન કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હાની કબૂલાત કરી અને મુદામાલ પણ આપી દેવા માટે કબૂલાત કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપીઓની કબૂલાત આધારે જૂનાગઢ તાલુકાની પોલીસ ટીમ આરોપીઓને સાથે લઈ, મોરબી તાલુકા પોલીસની મદદથી મકનસર ગામે આરોપી જાનનાથ સુરમનાથ પઢીયાર દ્વારા છેતરપીંડી વિશ્વાસઘાત કરી, મેળવેલ ફરિયાદીના ઓરીજીનલ સોનાના દાગીના હાર, મંગળસૂત્ર, વીટી, ટીકો, ચેઇન, પેન્ડલ, કુલ ૮ તોલા કિંમત રૂા. ૪,૧૧,૯૦૦/- તથા રોકડ રૂા. ૫,૦૦,૦૦૦ મળી, કુલ રૂા. ૯,૧૧,૯૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓએ બાકીના રોકડા રૂપિયા જુદી જુદી જગ્યાએ વાપરેલ હોઈ, તે તમામ રૂપિયા પણ બે દિવસમાં મેળવી, રજૂ કરવા પણ કબૂલાત કરવામાં આવેલ છે.
આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હામાં આઠ માસ જેટલા સમય બાદ રૂપિયા તથા મુદામાલ રિકવર કરવાનું અત્યંત અઘરૂ કામ હોય પરંતુ તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીઓને ભીંસમાં લેતા, માતબર રકમનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને બાકીનો મુદામાલ પણ રજુ કરવા આરોપીઓ તથા તેના કુટુંબીજનો દ્વારા કબૂલાત કરવામાં આવેલ છે. તાલુકા પોલીસની ટીમ દ્વારા ફરિયાદીને મદદ કરી, તમામ મુદામાલ કબ્જે કરવા કાર્યવાહી કરી, વધુ તપાસ તાલુકા પોલિસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!