ઝાંઝરડાનાં રાધીકા-એ એપા.માં જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાશમશેટ્ટી, નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝનનાં પીઆઈ આર.બી. સોલંકી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો. અજયસિંહ મહીપતસિંહ ચુડાસમાને મળેલ ચોકકસ બાતમીનાં આધારે ઝાંઝરડા રોડ ગાયત્રી સ્કુલની સામે રાધીકા-એ એપા. બ્લોક નં. ૬માં રહેતા મનુભાઈ વલકુભાઈ ડાંગરનાં મકાનમાં જુગાર અંગે રેડ કરતાં મનુભાઈ ડાંગર, કિશોર મકવાણા, દિનેશ મોકરીયા, ઉદય કોરડ, ગોગન મુળાસીયાને રોકડ  રૂા. ૩૪૮ર૦, મોબાઈલ-૩, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. ૮પ૩ર૦ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ડી-સ્ટાફનાં ઈન્ચાર્જ પીએસઆઈ એમ.આર. ગોહેલ, પરેશભાઈ હુણ, ભગતસિંહ વાળા, પૃથ્વીરાજસિંહ રાયજાદા, કલ્પેશભાઈ ચાવડા, મુકેશભાઈ મકવાણા સહીતનો સ્ટાફ જાેડાયેલ હતો.
વરલી ભકત ઝડપાયા
જયારે એ ડીવીઝનનાં પો.કો. વનરાજસિંહ બનેસિંહ અને સ્ટાફે દિવાનચોકમાં વરલી મટકાનો જુગાર રમતા ઈબ્રાહીમ ઉર્ફે ભોપાલી બ્લોચને રોકડ રૂા. ૧ર૬૦ સાથે તેમજ મુનીરખાન બશીરખાન ગોપાંગને રોકડ રૂા. ૩૭૦૦ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદનાં પો.હે.કો. એસ.યુ. દલ અને સ્ટાફે મેસવાણ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને રોકડ રૂા. ૪પર૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!