અંબાજી મંદિર ઉપર ૧૫ દિવસથી વીજળી ગુલ થવા બાબતે વિશ્વ હિન્દુ પરીષદનું અલ્ટીમેટમ

જૂનાગઢનાં ગિરનાર ઉપર આવેલ અંબાજી માતાના મંદિરે પંદર દિવસથી વીજળી ગુલ થવાના કારણે દૈનિક ધાર્મિક ક્રિયાઓમાં તકલીફ થતી હોય બે દિવસમાં જાે વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ જણાવાયું છે.
જૂનાગઢનાં ગિરનાર ઉપર આવેલ માં અંબાજી માતાના મંદિરે છેલ્લા ૧૫ દિવસથી વીજળી ગુલ થઈ ગઈ ત્યારે મહંત શ્રી તનસુખગીરીબાપુ એ સંબંધિત અધિકારીને સતત ટેલિફોનિક રજુઆત કરતા એવો પ્રત્યુત્તર મળેલ કે થઈ જશે અથવા વરસાદમાં કામ કેમ થાય? તેમજ સ્થળ ઉપર કોઈ પ્રકાર ની પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની આવન-જાવન નથી. લાખો લોકોની શ્રદ્ધાનું સ્થાન હોય એવા મંદિરે મોબાઈલના ફ્લેશથી સવાર-સાંજ આરતી કરવી તેમજ માતાજીના સ્નાન જેવી વિધિ માટે શુદ્ધ પાણી ભરવા માટે પણ ૧૦૦ પગથિયાં બે વખત નીચે ઉતરીને કોઈ ભરી લાવે ત્યારે માતાજીની સ્નાનની વિધિ પૂર્ણ થાય છે. લાઈટ ન હોવાથી માતાજીના મંદિર ઉપરના પાણીનાં ટાકા પણ ભરી શકાતા નથી તેમજ બપોરનો ભોજન પ્રસાદ થાળ બનાવવામાં પણ પાણી હોતું નથી. અવારનવાર પી.જી.વી.સી.એલ. ને રજૂઆતો કરવા છતાં પણ ૧૫ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થાય તો જ્યારે નવરાત્રી નજીક આવે છે ત્યારે અંધારા માં જ આરતી કરવાની છે? એ પણ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સ્પષ્ટ કરે અન્યથા કારણ જોગ જણાવે કે વીજળી દેવા માટે ૧૫ દિવસ કેમ લાગે? વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મહંત શ્રી તનસુખગીરી બાપુએ આ બાબતે બે દિવસનું અલટીમેટમ આપેલ છે અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધના કાર્યક્રમ આપવામાં આવશે. તેમજ સમસ્ત સાધુ સમાજ અને મહંતો આ બાબતે એક થઈને કાર્યકમો આપી શાંતિપૂર્વક વિરોધ
કરશે. આ અંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી, સૌરભભાઈ પટેલ, નાણાં તેમજ ઉર્જા મંત્રી, જૂનાગઢ જિલ્લા કલેકટર અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને આ અંગે નકલ મોકલી જાણ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!