જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર સેલ્ફી લેવા જતા પડી જતા યુવકનું કરૂણ મોત

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સેલ્ફી લેવા જતા અકસ્માતે પડી જતા આ યુવાનનું મૃત્યુ થતા ગમગીની સર્જાઈ હતી. રાજસ્થાનના રહેવાસી જસરાજ સમલેરામ ઝાડ ઉપરથી સેલ્ફી લેતો હતો તે દરમ્યાન અકસ્માતે પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતા ભવનાથ પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહના પીએમ માટે સીવીલ હોસ્પીટલ ખાતે ખેડવામાં આવેલ. દરમ્યાન પીએમ કરતી વખતે મૃતક યુવાનના ખીસ્સામાંથી ૧ર હજાર રૂપિયાની રોડક મળતા પીએમ કરનાર જૂનાગઢ સીવીલના કર્મચારી સંજય બાબુભાઈ વાઢેરે આ રૂપિયા અંગેની જાણ ભવનાથ પોલીસને કરી અને રોકડ રકમ મૃતકના સગાને પરત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!