વંથલીમાં માસ્ક ચેકીંગ દરમ્યાન બે શખ્સોએ પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ધકકો મારી આંગળીમાં ઈજા કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વંથલી પોલીસમાંથી મળતી વિગત અનુસાર સીંધુ સાગર રોડ ઉપર માસ્ક તથા ટ્રાફિકની કામગીરી કરતા પીએસઆઈ ચાવડાએ મોટર સાયકલ નં.જીજે-૧૧-આરઆર- ર૧૦૪ નાં આદીલ ગુલામભાઈ ચૌહાણ તથા ગુલામ ઈસાભાઈ ચૌહાણને માસ્ક પહેર્યા વગર અટકાવતા પીએસઆઈને ધકકો મારી આંગળીમાં ઈજા કરી, ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની બંને શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ એમ.કે.ઓડેદરા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews