ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ અધ્યાદેશ-ર૦ર૦નો વિરોધ કરી ભેંસાણના મામલતદારને ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વજુભાઈ મોવલીયા અને કાર્યકરોએ આવેદન પત્ર આપ્યું હતું. ભેંસાણ મામલતદારને અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય કોરોનાની પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે ત્યારે ખેડૂત વિરોધી અને તેઓની સત્તામાં કાપ મુકતો કાયદો સુધારો કરતું બીલ પસાર કરવા સરકાર જઈ રહી છે જે કાર્યરીતિ હાલના સમયમાં વ્યાજબી જણાતી નથી. સદર બીલ પસાર થાય તો આગામી સમયમાં ખેડૂત આલમ અને પશુપાલકોમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે અને બજાર સમિતિઓનો વિકાસ રૂંધાઈ જાય તેમ હોય સદરહું બીલ સરકારે પરત ખેંચવું જાેઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews