કોડીનાર સુગર ફેક્ટરી શરૂ કરવા માંગણી શેરડીના સાંઠા સાથે વિશાળ રેલી યોજાઈ

0

કોડીનાર તાલુકાના ખેડૂતો અને આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માંગણી સાથે કોડીનાર તાલુકાભરના ખેડૂતો ખેત ઉત્પન એવા શેરડીના સાંઠા સાથે આ વિશાળ રેલી યોજી કોડીનાર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોડીનારમાં સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગમાં ૭૦૦ જેટલા કાયમી કર્મચારી, પ૦૦ જેટલા સિઝનલ કર્મચારી તેમજ શેરડી કપાઈ માટે આશરે પ૦૦૦ મજૂરો રોજગારી મેળવતા હતા. અને તાલુકાના લોકોની જીવાદોરી સમાન આ ઉદ્યોગ પાંચ લાખ ટન ઉપરાંત શેરડીનું પીલાણ કરતો હતો. જે આર્થિક કટોકટીના કારણે છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલો છે. વખતો વખતની ચૂંટણીઓ દરમ્યાન આ વિસ્તારના લોકોની માગણીને ધ્યાને લઈને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન આ ખાંડ ઉદ્યોગ પુનઃચાલુ કરવા રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપી પુનઃ ધમધમતો કરવા વચન આપેલ. આ ઉપરાંત ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના પ્રચારમાં આવેલા હાલના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ચૂંટણી સભામાં એક જ મુદ્દાની માગણીને ધ્યાને લઈ ખાંડઉદ્યોગ ચાલુ કરવા વચન આપેલ જે વચનનું કોઈ પાલન નહીં થતા ખેડૂતોમાં હવે રોષ ફેલાયો છે. આ રેલી કોડીનાર તાલુકા ખેડૂત મંડળના પ્રમુખ દીપકભાઈ દુદાભાઈવાળાની આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!