ગુજરાત સરકાર દ્વારા રાજયનાં ખેડુતોને સહાયભુત થવા માટે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડુત કલ્યાણ યોજનાનાં લાભો આપવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. ખેડુતોને સહાય કીટ અર્પણ કરવાનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોયછે. આ વિતરણ કાર્યક્રમમાં ઘણીવાર એવું બને છે કે, કાર્યક્રમને શોભામાન કરનારા પદાધિકારીઓ જયારે ઉપસ્થિત ન રહે ત્યારે આવા કાર્યક્રમનાં ફિયાસ્કા પણ થતા હોય છે. આવું જ આજે જૂનાગઢ કૃર્ષિ યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં બનવા પામેલ છે.
રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના આર્ત્મનિભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત બાગાયત ખાતાની ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની યોજના તેમજ ખેતીવાડી ખાતાની એન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની સહાય યોજનાના વિતરણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ભેસાણ, વંથલી, માણાવદર અને માંગરોળના ખેડૂતો હાજર રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેનારા સાંસદ અને હાઉસિંગ બોર્ડના ચેરમેન ગેરહાજર રહ્યા હતા. જેના કારણે સ્ટેજ ઉપર ખેતીવાડી વિભાગના અધિકારીઓને બેસાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ખેડૂતોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. કહી શકાય કે સરકારની યોજનાના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. જો કે, મુખ્ય ગેરહાજર રહ્યા હોવાને કારણે ખેડૂતો ક્યાંથી હાજર રહે તેવા સવાલો ઉઠ્યા હતા. સરકારની સારી યોજનાનો લાભાર્થીઓને આપવાનો હોય છે. ત્યારે સરકારનાં ઉચ્ચ પદાધિકારીઓ તેમજ પ્રજાના પ્રતિનિધિઓ કે જેઓને આવા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમ છતાં ગેરહાજર રહે ત્યારે શું સમજવું તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. દરમ્યાન આજે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ વી.પી. ચોવટીયા તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ખેતીવાડી અધિકારી દિપકભાઈ રાઠોડ ઉપસ્થિત રહયાં હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews