જૂનાગઢમાં દામોદર કુડથી ખાખ ચોક સુધીના ફોરટ્રેક કામગીરીનું આજે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના વિકાસ કામો માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત કટીબધ્ધ રહેલ છે. જૂનાગઢ શહેરમાં ભવનાથ ક્ષેત્રમાં પ્રતિ વર્ષ મહાશિવરાત્રી અને ગિરનાર પરીક્રમાના મેળા યોજાતા હોય જેમાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે તેમજ જૂનાગઢ શહેરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહેલ છે. ભવનાથ ક્ષેત્રમાં જવા અર્થે લોકોની સુખાકારીના ભાગરૂપે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ફોરટ્રેક રોડની કામગીરી પૂર્ણ થયેલ હોય પરંતુ દામોદરકુંડથી ખાખ ચોક સુધી ફોરટ્રેક રોડ બનાવવા માટે વન વિભાગની મંજૂરીની આવશ્યકતા હોય જે મંજૂરી હાલ મળતા દામોદર કુંડથી ખાખચોક સુધી ફોરટ્રેકનું રૂા.૮૬.૧૩ લાખના ખર્ચ થનાર છે તેનું આજે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરથી ગિરનાર દરવાજાથી ભવનાથ-ગિરનાર તળેટી સુધી જવા-આવવા માટેનો એક માત્ર રસ્તો છે. આ જગ્યાએ ફોરટ્રેક ન હોવાના કારણે અવાર નવાર અકસ્માત, ટ્રાફીક જામનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ફોરટ્રેક ન હોવાના કારણે અવાર નવાર અકસ્માત, ટ્રફીક જામનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ફોરટ્રેક રોડ બનવાથી દર વર્ષે યોજાતા શીવરાત્રી મેળા, પરીક્રમામાં આવતા લાખો યાત્રાળુઓને સુવિધા મળશે. ઉકત રોડ થવાથી ગિરનાર ક્ષેત્રનો વર્ષો જુનો પ્રશ્ન હલ થશે તેમજ ટુંક સમયમાં રોપ-વે કાર્યરત થતા સંભવિત ટ્રાફીકમાં ઘણો ઉપયોગી થશે તેમજ ભવનાથ મંદિરના પાછળના ભાગમાં જુના અખાડાથી પ્રેરણા ધામ જવાના મેઈન રોડ ઉપર પુલ ન હોવાને કારણે આજુ બાજુના મંદિરો, અખાડાઓ તથા અન્નક્ષેત્રો તેમજ ભવનાથ મંદિરમાં પાણી ભરાય જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો જે ધ્યાને લઈ સદરહુ સ્થળે રૂા.ર૭.૮ર લાખના ખર્ચે પુલનું નિર્માણ થનાર છે. આ બન્ને કામોનું રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે તેમજ મહાનગરપાલિકા જૂનાગઢના પદાધિકારીઓ, સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજરાજેશ્વરી મંદિર પાસે દામોદર કુંડ જૂનાગઢ ખાતે ખાતમુર્હુત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews