વરસાદ પડયો નથી તેમ છતાં જૂનાગઢનાં જાેષીપરાનો અંડરબ્રીજ છલકાય ગયો !

જૂનાગઢ શહેરમાં જાેષીપરા અંડરબ્રીજમાં વરસાદ થાય એટલે તુરંતજ પાણી ભરાય જાય છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. જાેષીપરા ફાટક દિવસમાં અનેકવાર બંધ થતું હોવાના કારણે લોકોને સરળતા રહે તે માટે અંડરબ્રીજ બનાવવામાં આવેલ છે. પરંતુ આ અંડરબ્રીજમાં કયારેક વરસાદી પાણી, કયારેક લીક થવાને કારણે, પંપનું પાણી આમ જુદા જુદા કારણોસર કેડ સમાના પાણી ભરાય જતા હોય છે.
ગઈકાલે બપોરના દોઢ વાગ્યાના આસપાસ જાેષીપરાના અંડરબ્રીજમાં વગર વરસાદે ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!