જૂનાગઢમાંથી વિદેશી દારૂની ૭૧ બોટલ સાથે એકને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ તા. ર૮જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. પડવા, વી.કે. ચાવડા, ભરતભાઈ સોનારા, સાહિલભાઈ સમા, જયદીપભાઈ કનેરીયા, દિવ્યેશકુમાર ડાભી, યશપાલસિંહ જાડેજા અને સ્ટાફે જૂનાગઢ શહેરનાં હર્ષદનગરમાં રહેતા જમાલ સીદીકભાઈ કુરેશીનાં મકાનમાં દારૂ અંગે રેડ પાડતાં વિદેશી દારૂની પેટી પાંચ નંગ તથા છુટક બોટલ નંગ-૧૧ મળી કુલ બોટલ નંગ-૭૧ કિંમત રૂા. ર૮૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેવદ્રા ગામે જુગાર દરોડો
કેશોદનાં પો.હે.કો. પી.એમ. બાબરીયા તથા સ્ટાફે કેવદ્રા ગામે જુગાર અંગે રેડ પાડતાં જયાબેન વાઢીયા, મલુબેન વાઢીયા, દક્ષાબેન કીંદરખેડીયા, કાજલબેન વાઢીયા, જીતુ વાઢીયા, સંજય વાઢીયા, ભરત વાળા, પીનલ ઠંુમર, અશ્વીન વાઢીયા, સુનીલ ખાણીયાને રોકડ રૂા. ૧૯પ૦૦, મોબાઈલ-પાંચ મળી કુલ રૂા. ૩૩પ૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!