ભિક્ષુકનો વેષ ધારણ કરી ચોરી કરતી તસ્કર ગેંગને દ્વારકા એલસીબીએ પકડી, ર૦ ચોરીની કબુલાત

ભીક્ષા વૃતિ કરી હોટેલ, રેસ્ટોરન્ટ અને રેલ્વે સ્ટેશને જઈ જયારે ભીડ હોય ત્યારે વેપારીઓ અને લોકોની નજર ચૂકવીને મોબાઈલ, રોકડ વગેરેની ચોરી કરતા બે દંપતિ અને અન્ય બે શખ્સો સહિત કુલ છ શખ્સોની રાજકોટ ખાતે રહેતી ટોળકીને દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે ઝડપી તેમની પૂછપરછ દરમ્યાન જુદા જુદા ર૦ સ્થળોએથી ચોરી કર્યાની કબુલાત કરાવવા સાથે સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ભિક્ષુકોનો વેષ ધારણ કરી ચોરી કરતી આ ટોળકીએ જામખંભાળીયા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ શહેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત શહેર, રાજપીપળા વગેરે શહેરોમાં જઈ હાથ ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, વેપારીઓની નજર ચૂકવીને કાઉન્ટરમાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન જે મળે તેની તસ્કરી કરી લેતા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પાંચ મોબાઈલ ફોન, રૂા. ૬૮,૦૦૦ રોકડા, સોના ચાંદીના રૂા. ૧ર,૦૦૦ના દાગીના, ૩ પેનડ્રાઈવ, ૯ મેમરી કાર્ડ કબ્જે કરાયા છે. હાલ જામખંભાળીયા પોલીસ હવાલે આ શખ્સોને કરવામાં આવેલ છે ત્યાર બાદ અન્ય પોલીસ ઝડપાયોલા શખ્સોનો કબ્જાે લેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!