ભાણવડ નજીક પીકઅપ વાનમાં મંજુરી વગર લઈ જતાં છ ભેંસો સાથે બે શખ્સો ઝડપાયા

ભાણવડ નજીકના હાઇ-વે માર્ગ ઉપરથી પસાર થતાં એક ટ્રકમાં લઈ જવાતી છ ભેંસો પોલીસે ઝડપી લીધી હતી. જેની મંજૂરી ન હોવાથી પોલીસે બે શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગેની વિગત મુજબ ભાણવડ નજીકના રવિરાજ ત્રણ રસ્તા પાસેથી શનિવારે રાત્રીના પસાર થતા એક આઈસર ટ્રકને અટકાવી પોલીસે ચેકિંગ કરતા ટ્રકમાં છ ભેંસો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે આયસર ટ્રકના ચાલક જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા સુદાભાઈ અરજણભાઈ કોડીયાતર અને ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા રાજુ ઉકાભાઇ ગોજીયા નામના બે શખ્સો પાસે પોલીસે આ પશુ અંગેની પરમીટ માગતા તેઓ પાસે કોઈ આધારપુરાવા ન હતા. જેથી પોલીસે આયશર વાહનમાં પશુઓની ટૂંકી જગ્યામાં, દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી અને હરી- ફરી ન શકે તેવી રીતે તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર આઈસર ટ્રકમાં વહન કરતા પોલીસે ઝડપી લઇ, રૂપિયા ૩૦ હજારની કિંમતના છ નંગ અબોલ જીવ તથા રૂપિયા પાંચ લાખની કિંમતના વાહન કબ્જે કરી આ બંન્ને શખ્સો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!