જૂનાગઢમાં ખીસ્સામાંથી મોબાઈલ તથા રોકડની ચોરી

વંથલી તાલુકાનાં કોયલી ગામનાં શંકરભાઈ ઉર્ફે લલીતભાઈ ભીમજીભાઈ પરમાર (ઉ.વ.૪૦)એ સંજય ઉર્ફે શનિ લખમણભાઈ સોલંકી રહે.જૂનાગઢ તથા ગોંડલ વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી ચીતાખાના ચોક પાસે ઝેરોક્ષની દુકાન પાસે ઉભા હતાં ત્યારે આરોપીએ પોતાના ગળામાં ચુંદળી વિટેલ હતી. જે ચુંદળીમાંથી હાથ કાઢી ફરીયાદીનાં શર્ટનાં ઉપલા ખીસ્સામાંથી મોબાઈલ તથા રોકડ રૂપિયા કાઢી લઈ ચોરી કરી ગયેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી.મહેતા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!