વંથલીનાં જાપોદડ ગામે રહેતા સુરેશભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.૩૪)એ એસટી બસનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરીયાદી વેળવા ગામે સેન્ટીગનાં લાકડાઓ ભરી જૂનાગઢ દેવાનાં હોવાથી નરેડી ગામનાં જયેશભાઈ વદરનો બોલેરો લઈ જૂનાગઢ જતા હતાં. તે દરમ્યાન નરેડી ગામથી થોડે દુર રામજીભાઈ બરવાડીયાની વાડી પાસે પહોંચતા પાછળથી એસટી બસ રજી.નં.જીજે-૧૮-વાય-૮૦૬૯ના ચાલકે ઠોકર મારી બોલેરો એક સાઈડ પછાડી દઈ ફરીયાદી તથા સાહેદને ઈજા કરી એસટી બસ સ્થળ ઉપર મુકી ખેતરમાં નાસી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસમાં વધુ તપાસ હે.કો. ડી.એમ.બેરીયા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews