ગુજરાતનાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાનો મકકમ નિર્ધાર

0

પ્રવાસન જનતા માટે નવું નજરાણું આગામી દિવસોમાં સાકાર થઈ જવા રહયું છે. ગુજરાતનાં પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાનાં અથાગ પ્રયાસો અને મહેનતના પરિણામે સાસણ – દેવાળીયા અને આંબરડી સફારી પાર્કને આધુનિક બનાવવાની યોજનાને મંજુરી આપી દેવામાં આવી છે. અને પ્રવાસનમંત્રીશ્રીએ તેની જાહેરાત કરી દેતા સોરઠની પ્રવાસી જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એટલું જ નહી આ વિસ્તારોમાં પ્રવાસન સ્થળોના વિકાસની સાથે – સાથે રોજગારીની વિપુલ તકો ઉભી થવાની છે. ત્યારે આ પ્રવાસન સ્થળોનો સુર્વણ યુગ શરૂ થયો હોય તેમ કહી શકાય.
ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સયઉધોગ વિભાગનાં મંત્રી શ્રીજવાહરભાઈ ચાવડાનાં માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ ગુજરાત રાજયમાં આવેલા મહત્વનાં પ્રવાસન સ્થળોને વિકાસવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને અહીં આવનારા પ્રવાસીઓ ખુશખુશાલ બની જાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાતનાં પ્રવાસન ધામોનો સંપુર્ણ વિકાસ થાય તે માટેનાં પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પ્રયાસોને ભારે સફળતા મળી રહી છે અને એક પછી એક વિકાસ કામો ગતિમાન બની રહયા છે. આગામી દિવસોમાં જ સાસણ – દેવળીયા અને આંબરડી પણ વિશ્વના નકશામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. અને એકશન પ્લાન પણ ઘડી કાઢવામાં આવેલ છે. અંદાજીત રૂા. ૩૩ કરોડથી વધારે રકમ મંજુર કરવામાં આવી છે અને આવતીકાલે આંબરડી ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજી અને કામગીરીનાં શ્રીગણેશ કરવામાં આવી રહયા છે. આગામી દિવસોમાં જ સાસણ – દેવળીયા અને આંબરડી સફારી પાર્ક નવા રૂપરંગ ધારણ કરશે અને આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં અત્યંત મહત્વનાં સ્થાન એટલે કે પ્રવાસન અને મત્સ્ય ઉધોગ વિભાગનાં મંત્રી તરીકે બીરાજમાન થતાની સાથે જ શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌથી મહત્વની બાબત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ અને ખાસ કરીને ગુજરાતને જે ઐતીહાસીક અને પ્રવાસન ધામોનો જે વારસો મળ્યો છે. અને જયાં દુર-દુરથી પ્રવાસન જનતા મુલાકાતે આવતી હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઐતિહાસીક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લ્યે છે પરંતુ ગુજરાતમાં આવેલા પ્રવાસન ધામોની નાજુક હાલત ખુબજ ખરાબ હોય અને જેને લઈને વ્યથીત અને દુઃખી હોય જેથી આ સ્થળોને વિકસાવવા અત્યંત જરૂરી હતાં.
દરમ્યાન પ્રવાસન વિભાગનાં મંત્રી તરીકે જવાહરભાઈ ચાવડાએ પદભાર સંભાળ્યા બાદ ગુજરાતનાં મહત્વનાં પ્રવાસન ધામોને અને ઐતિહાસીક સ્થળોની વિઝીટ લઈ અને તાત્કાલીક અસરથી આ પ્રવાસન ધામો ઉપર વધુને લોકો આવી શકે અને આ સ્થળ એક વિશ્વના નકશામાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપીત કરી શકે તે માટે શું કરવું જાેઈએ તે બાબતે કાર્યરત બન્યા અને પોતાની દુરંદશી, ર્દિઘદ્રષ્ટી સાથે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટેની ફુલપ્રુફ યોજનાઓ તૈયાર કરી અને એકશન પ્લાન ઘડી કાઢી અને સરકાર સમક્ષ અસરકારક રજુઆતને પગલે ગુજરાત સરકારે પણ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટેની યોજનાઓને સૈધ્ધાંતીક મંજુરી આપી દીધી અને પ્રવાસન સ્થળોને માટે સુર્વણયુગ શરૂ થયો છે. એક પછી એક પ્રવાસન ધામો વિકસાવવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસીક ઉપરકોટને રીનોવેશન અને રીસ્ટોલ્ટ કરવાની કામગીરીમાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ રૂા.પ૦ કરોડ ગ્રાંટની ફાળવણી કરી આપી છે. જયારે મહાબત મકબરાના રીનોવેશન માટે પણ પાંચ કરોડ રૂપિયાની ફાળવણી મળી કુલ જુનાગઢ શહેર માટે પપ કરોડ જેવી રકમ ફાળવી દીધી છે અને મહાબત મકબરો અને ઉપરકોટના રીનોવેશનની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે. એટલું જ નહીં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા ગુજરાતભરમાં પ્રવાસન તંત્રની જયાં – જયાં કામગીરી ચાલી રહી છે. ત્યાં જાત માહિતી માટે સ્થળની મુલાકાત લઈ અને જરૂરી સુચનો પણ કરે છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજના જેમ બને તેમ વહેલી તકે સાકાર બને અને જૂનાગઢ વાસીઓનું સપનું સીધ્ધ થાય તે માટેનાં પણ મહતમ પ્રયાસો કર્યા છે. અને તેમની મહેનત પણ રંગ લાવી છે. રોપ-વે યોજના અંગે ટુંક સમયમાં સાકાર કરવા જઈ રહી છે. તે આનંદની વાત છે. વિશેષમાં સાસણ- દેવાળીયા અને આંબરડી સફારી પાર્ક નવા રૂપરંગ ધારણ કરવા જઈ રહયું છે. ત્યારે આ અંગે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનાં મહત્વના સ્થળો ઉપરકોટ માટે પ૦ કરોડ અને મહાબત મકબરા માટે પ કરોડ મળી જૂનાગઢને પપ કરોડ રૂપિયા મંજુર કરાવ્યા છે. તેજ રીતે મેંદરડા પંથક માટે અંદાજીત ૪૦ કરોડ રૂપિયા જેવા મંજુર કરાવેલ છે. જેમાં સાસણ – દેવળીયા પાર્કને વિકસાવવાની યોજનાનો સમાવેશ થાયછે. સાસણ સિંહસદન જેવું અહીં પણ બનાવવાની પણ યોજના છે મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એશિયામાં સૌથી સારૂ સ્થળ સાસણ છે. આજથી ર૦ વર્ષ પહેલા પાંચ બેડ હતા જયારે આજે પ૦૦૦ હજાર બેડ યાત્રીકોને આરામદાયક વિસામો કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બની છે તેમ છતાં પ્રવાસી જનતાનો ખુબજ ઘસારો રહે છે. આ સ્થળને વિકસાવવામાં આવી રહયું છે. વોકવે, વૃધ્ધો માટેની વ્યવસ્થા, સનસેટ પોઈન્ટ તેમજ ઔષધીયો સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. આધુનિક સિંહ સદન બનાવવાથી પ્રવાસન ઉદ્યોગને ખુબજ ઉતેજન મળશે. તેમજ આ વિસ્તારમાં રોજગારીની તકો પણ દેવળીયા પાર્કને પણ આધુનિક બનાવવામાં આવશે. અને એકલા મેંદરડા વિસ્તારમાં ૪૦ કરોડ રૂપિયાની પ્રોજેકટ અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે. અંદાજીત ૩૩ કરોડ રૂપિયાની યોજના અને તેમજ ૪.પ૦ કરોડની બસ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત મેંદરડા નજીક આવેલા ચોરેશ્વર મહાદેવ નજીક વોટર ફોલ આવેલ છે તે સ્થળને વિકસાવવામાં આવશે. તેમજ રીવર ફ્રન્ટ બનાવવામાં આવશે આમ અંદાજીત ૪૦ કરોડ ના ખર્ચે સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલે આંબરડી ખાતે સવારે ૧૦ વાગે ખાતમુર્હુત કરવામાં આવશે. આ સાથે જ વિકાસ કામો માટેના શ્રીગણેશ કરવામાં આવી રહયા છે. મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવેલ હતું કે અત્યાર સુધીમાં આ વિસ્તારનાં લોકો તેમજ પ્રવાસી જનતા તેમજ મુલાકાતીઓએ જુદા-જુદા માધ્યમથી અમોને રજુઆત કરી કે અહીં એટલી સુવિધા ઉભી કરવાની લાગણી વ્યકત કરી હતી. અને આ તમામ બાબતોને લઈને એક આખી યોજના તૈયાર કરી અને પ્રેઝન્ટેશન બાદ માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે તેમ જણાવી ગુજરાતનાં પ્રવાસન ધામોને વિકસાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી જવાહરભાઈ ચાવડાએ જયારથી પ્રવાસન ઉધોગના મંત્રીપદની જવાબદારી ધારણ કરી છે. ત્યારથી લઈને દોઢેક વર્ષ સુધીના સમયગાળામાં ગુજરાતમાં આવેલા મોટાભાગના પ્રવાસન ધામોની મુલાકાત લીધી છે. જયાં પણ જરૂર પડી ત્યાં આ સ્થળોને વિકસાવવા માટેની કામગીરી પણ શરૂ કરાવી છે. નાણાંની ફાળવણી કરી છે.
એક ખાસ વાતનો પણ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ ઉલ્લેખ કર્યો હતો. જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે કે જે તે યોજના સાકાર થાય તે માટેના પ્રયત્નો ઘણાં લોકોએ કર્યા છે. અનેક લોકોએ સહયોગ આપ્યો છે.આ યોજના સાકાર થઈ રહી છે. અને તેમાં મને જે સફળતા મળી છે તે માત્રને માત્ર નિમીત થઈ રહયો હોવાનું ઉત્સાહી અને નિખાલશપણે મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ ગુજરાતમાં પ્રવાસી જનતા મુલાકાત લઈ સંતોષ વ્યકત કરી શકે તેવી કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં બાલાસિનોર ખાતે ડાઈસોર પાર્ક તેમજ ગિફટ સીટીમાં પ્રવાસન વિભાગનાં સહકારથી પ્રાઈવેટ સંસ્થાની પંચતારક હોટલ પણ ઉભી કરાઈ છે. તેમજ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે પાંચતારક હોટલની કાર્યવાહી થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!