જૂનાગઢ સનાતન ધર્મશાળામાંથી કેદી ફરાર થતાં દોડધામ

દાહોદના ઝાલોદ તાલુકાના પાડલા ગામનો રાજુ તેનસીંગ નેસરતા (ઉ.વ. ર૩) નામનો શખ્સ વંથલી પોલીસ સ્ટેશનના પોકસોના ગુના હેઠળ જૂનાગઢ જેલમાં હતો. આ દરમ્યાન જિલ્લા જેલમાં તેને કોરોના પોઝીટીવ આવતાં તેને સારવાર માટે સનાતન ધર્મશાળા ખાતે રાખવામાં આવેલ હતો. આ દરમ્યાન ગઈકાલે આ કેદી ગતરાત્રિના બારીના સળીયા વાળી અને નાસી છૂટયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!