દ્વારકાના વરવાળા ગામે પુરૂષની હત્યાથી ચકચાર : આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

 

દ્વારકાના વરવાળા ગામે પુરૂષની હત્યાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. વરવાળા ગામના ૩૬ વર્ષીય પુરૂષની વજનદાર પથ્થરથી હત્યા નીપજાવવા આવી છે. દ્વારકાથી આશરે પાંચ કીલોમીટર દુર આવેલા વરવાળા ગામે ગતરાત્રીના આશરે બે વાગ્યે એક ગાઢ નિંદ્રાધીન યુવાન અરવિંદ વરજાંગભાઇ અસ્વાર (ઉ. વ. ૩૬) ના માથા ઉપર વજનદાર પથ્થર (ગજીયો) મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. નાના એવા વરવાળા ગામમાં હત્યા થતા સવારે લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તપાસ હાથ ધરી હતી. બોડીને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સિવિલ હોસ્ટિપટલ ખસેડવામા આવી હતી. હત્યારાને ઝડપી લેવા LCB , SOG , DOG અને FSLસહિત સ્થાનિક પોલીસ ટીમે તપાસ હાથ ધરી અને ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યાનુસાર વહેલામાં વહેલી તકે હત્યારાને ઝડપી લેવામાં આવશે. પોલિસ અંગત રીતે તપાસ કરી રહી હોય હત્યારા હાથવેંત દૂર હોવાની વાત જાણવા મળી છે. પોતાના જ મકાનમાં અગાસીમાં નિંદ્રાધીન પુરૂષની હત્યા થતા લોકમુખે કોઈ અંદરની વ્યક્તિ એ જ હત્યા નિપજાવી હોવાની ચર્ચાઓ જાગી છે. ત્યારે અરવિંદ ભાઈની હત્યાથી બે નાના બાળકો નોંધારા બન્યા છે. લગભગ ૨૭ કિલો વજનના પથ્થરથી હત્યા કરાઈ છે અને મજૂરી કામ કરતાં અરવિંદ ભાઈ અસ્વારની હત્યા અંગે પોલિસે તેમના બહેનની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. નાના ગામમાં પોલિસનાં ધાડા ઉત્તરી પડી તપાસ થતાં ગામમાં ચકચાર મચી છે. લોક ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની વાત જાણવા મળી રહી છે પરંતુ પોલિસ દ્વારા તપાસ ચાલુ હોય આરોપી ઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!