જૂનાગઢ મનપામાં ઊંચા ભાવે વાહનો ભાડે રાખી, પ્રજાના પરસેવાના રૂપિયા મળતિયાઓ મારફત વેડફી, મસમોટા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો વિપક્ષ કોંગ્રેસ તથા શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા આક્ષેપ થતાં, આ બાબત ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જૂનાગઢ મનપાના વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાના જણાવ્યા અનુસાર તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ મનપાના માટે વાહનો ભાડે રાખવા માટે ટેન્ડર મંજૂર કરેલ છે, જે ભાડા ઊંચા ભાવના મંજૂર કરવામાં આવ્યું હોવાનું અને જે વાહનો ભાડે રાખવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે ભાજપના કાર્યકર હોવાથી લોકોના પરસેવાના રૂપિયા મનફાવે તે રીતે વેડફી, મસ મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મંજુલાબેન પરસાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપના એક વ્યક્તિ દ્વારા મનપામાં ભાડે વાહનો આપવામાં આવે છે અને તે ભાવો ખૂબ વધુ હોવાથી, અગાઉ પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અનેક ભ્રષ્ટાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ આ વાહનો છૂટા કરાયા હતા. પરંતુ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ ભાજપના એક વ્યક્તિનું ટેન્ડર મંજૂર કરેલ છે અને શિવરાત્રીના મેળા તથા અન્ય દિવસો માટે જૂનાગઢથી ભવનાથના પાંચ થી છ કિલોમીટર માટે રૂા. પાંચ હજાર જેટલો ભાવો મંજૂર કરાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews