ઓબીસી, એસસી, એસટી મહાસંઘ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવતીકાલે આવેદનપત્ર અપાશે

કચ્છ જિલ્લાના રાપરમાં ધારાશાસ્ત્રી દેવજીભાઈનું ખુલ્લેઆમ મર્ડર કરવામાં આવ્યું તેના અનુસંધાને ઓબીસી, એસસી, એસટી મહાસંઘ દ્વારા તા. ૩૦-૯-ર૦ર૦ના રોજ બપોરે ૧ર કલાકે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી, સરદારબાગ, જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી દેવજીભાઈના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રજૂઆત કરવામાં આવનાર છે. આ તકે ભાઈઓ, બહેનો, વડીલો તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ સામાજીક, રાજકીય કાર્યકરો, સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા ઓબીસી, એસસી, એસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!