Saturday, January 23

ધો-૯ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના જન્મ સ્થળ, જન્મ તારીખ સહીતનાં સુધારા માટે શાળાનો સંપર્ક સાધો

ધોરણ-૯ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જન્મ તારીખ, જન્મ સ્થળ, નામ, અટક, જાતિ કે, પિતાના નામમાં ફેરફાર માટે ટુંક સમયમાં કેમ્પ આવનાર છે. જેથી આવા વિદ્યાર્થીઓને જાે કોઈ સુધારો કરવો હોય તો તા.૩/૧૦/ર૦ર૦ને શનિવાર સવારે ૮ થી ૧ દરમ્યાન શાળા ઉપર રૂબરૂ આચાર્યશ્રીને મળવાનું રહેશે જેની નોંધ લેવા વિદ્યાર્થીઓને એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં જરૂરી ડોકયુમેન્ટ સાથે જેતે શાળાનો સંપર્ક સાધવો તેમજ આ સુધાણા કેમ્પ પૂર્ણ થયા બાદ તેમાં કોઈપણ સુધારો આ વર્ષે થઈ શકતો નથી તેની ખાસ નોંધ લેવા જૂનાગઢ જીલ્લા શિક્ષાણધિકારીને કચેરી દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!