જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂા. ૬૮.૬૩ લાખનાં દંડની વસુલાત

ગુજરાત પોલીસ કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ માટે માસ્ક ન પહેરના લોકોને પોલીસ દ્વારા નિયમોનુસાર દંડ પણ કરવામાં આવે છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇન મુજબ તા.૨૬/૯/૨૦ના રોજજાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા અંગે સમગ્ર ગુજરાત રાજયમાં કુલ રૂા. ૬૮,૬૩,૫૦૦નો દંડ કરવામાં આવેલ છે. આ પૈકી અમદાવાદ શહેરમાં સૌથી વધુ રૂા. ૧૬,૭૯,૦૦૦નો દંડ કરવામાં આવેલ છે. નોંધપાત્ર છે કે હાલ સુધીમાં આવા ૧૭,૩૯,૮૦૯ લોકોને માસ્ક ન પહેરવા અંગે દંડ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!