સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદા બની ગયા છે. જાેકે, તેનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ આને લઇને માર્ગો ઉપર ઉતરી છે જ્યારે એનડીએની સહયોગીઓ પાર્ટીઓ સરકાર સામે પડી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોને કૃષિ ખરડાઓને ફગાવવા માટે કાયદાકીય વિચારણા કરવાનું આહવાન કર્યું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, કોંગ્રેસના અધ્યક્ષે કોંગ્રેસ શાસિત રાજ્યોને સલાહ આપી છે કે, ખેડૂત વિરોધી કાયદાઓને રાજ્યોના અધિકારોને કચડીને પસાર કરાયા હોવાથી તેને રાજ્યોના અધિકારમાં બંધારણની કલમ ૨૫૪(૨) હેઠળ શક્યતાઓ ચકાસવા માટે કહ્યું છે. લઘુતમ ટેકાના ભાવોને રદ કરવા સહિતના ભયાનક ત્રણ કૃષિ કાયદા અસ્વીકાર્ય ખેડૂત વિરોધી જાેગવાઇઓ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એપીએમસીને તોડવાને રોકી શકાય. સોનિયા ગાંધીએ જે રાજ્યના કાયદાનો હવાલો આપ્યો છે તે સમવર્તી વિષયથી સંબંધિત કેસમાં જાે કોઇ રાજ્ય વિધાનસભા કોઇ એક કાયદો પસાર કરે છે જે સંસદીય કાયદા પ્રત્યે નિંદનીય છે અને જાે રાજ્ય કાયદો રાષ્ટ્રપતિની સહમતી મેળવે છે તો તે રાજ્યમાં લાગુ થશે. વર્ષ ૨૦૧૫માં તે વખતના નાણાં મંત્રી અરૂણ જેટલીએ પહેલાની કોંગ્રેસ સરકાર દ્વારા પસાર કરાયેલા જમીન અધિગ્રહણ કાયદાની ઉપરવટ જવાનો માર્ગ અપનાવવા રાજ્યોને સલાહ આપી હતી. રાજ્યસભામાં ભારે વિરોધ વચ્ચે ખેડૂત કાયદાઓ પસાર થયા બાદ રવિવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય કાયદાઓ પર મહોર મારી દીધી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews