માણાવદરનાં એકલેરા ગામનાં જરૂરીયાતમંદ પરિવારની મદદે પહોંચ્યા અધિકારી મિત્રો

માણાવદર તાલુકાનાં એકલેરા ગામે રહેતા ખોડાભાઈ વેગડા તેમને બે પુત્રી અને પત્ની સાથે રહે છે પરંતુ બંને પુત્રી અને તેમની પત્ની માનસીક બિમારીથી પીડાતા હોય આ તમામની સારવાર માટે ઘરની તમામ વસ્તુઓ વેંચી નાખી હતી અને રોજગારી મેળવવા રીક્ષા ચલાવતા હતા પરંતુ સારવાર બાદ પણ સારૂ ન થતા અંતે ખોળાભાઈએ પોતાની રીક્ષા વેંચી નાખી હતી ત્યારે કોરોનાની મહામારીમાં લોકડાઉન જાહેર થતા તેનાં ઉપર આભ તુટી પડયું હતું. પુત્રી અને પત્નીની સારવાર તો ઠીક પરંતુ પરિવારનું ભરણપોષણ પણ કરવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે આવા કપરી પરસ્થિતિમાં જીવન જીવતા પરિવારની વાત જૂનાગઢનાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહીડાને મળી હતી આથી તેમની મદદ કરવ માટે નાયબ નીયામક સમાજ કલ્યાણનાં અધિકારી મીશ્રા, ફેમેલી કોર્ટનાં ન્યાયધીશ, દહેજ પ્રતિબંધક અધિકારી અને બેંક બ્રાન્ચ મેનેજર તેમજ સમાજ કલ્યાણ અધિકારી સહિતનાં મિત્રો દ્વારા આ જરૂરીયાતમંદ પરિવારની વહારે પહોંચ્યું હતું અને પાંચ મહિનાં ચાલે તેટલું અનાજ, કરીયાણુ તેમજ રોકડ રૂપિયા ૬ હજાર આપી મદદ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!