જૂનાગઢની અગ્રણી સામાજીક સંસ્થા મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવેલ છે કે કોરોના કટોકટીના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજગારી અને આજીવીકાના બે છેડા ભેગાન કરવા મુશ્કેલ બની ગયા છે. ત્યારે અગાઉ ઘરેલુ ગેસમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી છેલ્લા ઘણા સમયથી એકાએક બંધ કરી દેવામાં આવી છે. સરકાર એક તરફ ખેડુતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાય અને ટેકો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને મદદરૂપ થવાનો અભિગમ ધરાવે છે. ત્યારે સમાજના દરેક વર્ગના પરિવાર માટે આવશ્યક ગેસ સિલિન્ડરમાં લોકોને રાહત આપવાના બદલે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા અને મધ્યમ અને પ્રજા ઉપર પડયા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરેક પરિવાર સાથે જાેડાયેલી આ બાબતને સત્વરે આ બાબતે ગઈકાલે મધુર સોશ્યલ ગૃપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews