કેશોદનાં મંગલપુર પાટીયા નજીક ટ્રકે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકનું મૃત્યું

0

જૂનાગઢ -સોમનાથ હાઈવે મંગલપુરનાં પાટીયા નજીક ટ્રકે મોટર-સાયકલને હડફેટેલેતા યુવાનનુંમૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીેસે આપેલી વિગત અનુસાર મેંદરડા તાલુકાનાં ઢાઢાવાડા ગામે રહેતા કાનાભાઈ હમીરભાઈ ડાંગરે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે અજાણ્યા ટ્રક ચાલકે ફરીયાદીના ભાઈની મોટર સાયકલ નં.જીજે-૧૧-એકયુ- ૯પ૬૪ને ભટકાવી અને અકસ્માત સર્જતા ભરતભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.૪૩)નું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ સ્ટેશનના હે.કો. ડી.જે.ગોહેલ વધુ તપાસ ચલાવી રહયા છે.
મંગલપુર ગામે સાપ કરડતા મૃત્યુ
મહારાષ્ટ્રનાં ડુંગર ગામનાં રહેવાસી અને કેશોદ તાલુકાના મંગલપુર ગામે વાડીમાં રહેતા વિક્રમભાઈ છગનભાઈ પવાર (ઉ.વ.૩પ)ેને સર્પ દંશ થતા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!